લીંબુએ ગૃહિણીઓની રસોઇ ફીક્કી કરી!
શાકભાજીના વધતા ભાવે ગૃહણીઓની ચિંતા વધારી

શાકભાજીના વધતા ભાવે ગૃહણીઓની ચિંતા વધારી

શાકભાજીના વધતા ભાવે ગૃહણીઓની ચિંતા વધારી
ઉનાળાનું આગમન થઇ ગયું છે. લોકો કાળગાળ ગરમીથી અકળાઇ રહ્યા છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવોમાં 50 ટકાથી પણ વધારો થતાં ગૃહિણીઓ ચિંતામાં મૂકાઇ ગઇ છે. એટેલે કે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યાં શિયાળાની સરખામણીમાં શાકભાજીના ભાવો ડબલ થઈ ગયા છે. જેમાં સૌથી પહેલા તો લીંબુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. ઉનાળાની મોસમમાં લીંબું શરબત ખૂબ પીવાય છે, ત્યારે ઉનાળાના આગમન પહેલા જ લીંબુ મોંઘા બન્યા છે. જેને પગલે લીંબું એ જીવન જરૂરિયાતની વસ્તું છે. લીબુની સૌથી મોટો ખેતી એ ઉત્તર ગુજરાતમાં થાય છે.
લીંબુના ભાવે ગૃહિણીઓની રસોઇ ફીક્કી કરી નાંખી છે. હાલ લીંબુ 170 થી લઇને 200 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. તો કેટલાક બીજા માર્કેટમાં તો લીંબુ 220 રૂપિયે કિલો વેચાય છે. મહત્વનું છે કે ઉનાળાની સીઝનમાં લીંબુ શરબત વધુ પડતું પીવાય છે. ત્યારે ઉનાળાના આગમન સાથે જ લીંબુએ પોતાના ભાવ વધારી દીધા છે. જેને પગલે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.
ઉનાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવ ઉછળ્યા
ઉનાળાની શરૂઆત થવાની સાથે જ શાકભાજીના ભાવો બમણો વધારો થતાં ગૃહીણીઓનું બજેટ પણ ખોરવાયું છે. એક માસ પહેલા અને હાલના ભાવોમાં ઘણા શાકભાજીના ભાવો 50 ટકાથી વધુ ઉછળ્યા છે. શાકભાજી ખરીદવામાં પણ ગૃહિણીઓ અસમંજસ અનુભવી રહી હોવાનું જણાય છે. મહિનાનો શાકભાજી ખરીદવાનો જે ખર્ચ થતો હતો તે હવે 15 થી 20 દિવસમાં જ થઈ જતા ગૃહીણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. હજુ જેમ ઉનાળો આકરો બનશે તેમ ભાવમાં વધુ ઊંચકાવાની શક્યતા છે.
ઉનાળાની શરૂઆત થતાં જ ડુંગળી-લસણના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે હવે લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. લીંબુના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રિટેલ માર્કેટમાં લીંબુ 200 રૂ. કિલોના ભાવે વેચાય છે. ગરમીમાં લોકો લીંબુનો સૌથી વધુ ઉપયોગ કરતાં હોય છે. જેને પગલે લીંબુના ભાવ ઘટે તેવી ગ્રાહકોએ માંગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.