ડોરબેલ વગાડવી ભારે પડી! માસૂમને ઢોર માર માર્યો
સુરતની સોસાયટીમાં ડોરબેલ વગાડનારા બાળકને નિર્દયતાથી માર માર્યો, પોલીસ ફરિયાદ બાદ ધરપકડ...

માસૂમને ઢોર માર માર્યો

માસૂમને ઢોર માર માર્યો
સુરતના સરથાણા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક મહિલાએ માત્ર ડોરબેલ વગાડવા જેવી સામાન્ય બાબતે સાત વર્ષના બાળક પર અત્યંત ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો.
સરથાણાના યોગીચોક વિસ્તારમાં આવેલી સિલિકોન રેસીડેન્સીના સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી આ ઘટનાએ સમગ્ર શહેરમાં રોષ ફેલાવ્યો છે. આરોપી મહિલાએ બાળકને જમીન પર પટકવા ઉપરાંત તેને નિર્દયતાથી ઢસડ્યો હતો, જેના કારણે માસૂમ બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, સોસાયટીમાં રહેતા સુધીરભાઈ વઘાસિયાનો સાત વર્ષનો પુત્ર દેવાંશ મિત્રો સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન બાળકોએ પડોશમાં રહેતા અપેક્ષાબેન નામના મહિલાના ઘરની ડોરબેલ વગાડી હતી. આટલી જ વાતથી ઉશ્કેરાયેલી મહિલાએ પિત્તો ગુમાવ્યો હતો અને દેવાંશને પકડીને લોબીમાં ઢસડી લાવી હતી.
સીસીટીવીમાં જોઈ શકાય છે કે મહિલાએ બાળકને પિલ્લર પાસે પટક્યો અને નિર્દયતાથી માર માર્યો. આ હુમલામાં બાળકના પેટ અને પગના ભાગે સોજા ચડી ગયા છે અને ગાલ પર પણ ઈજાના નિશાન જોવા મળ્યા છે.
બાળકના પિતા સુધીરભાઈએ જણાવ્યું કે, જ્યારે તેઓ આ અંગે પૂછવા ગયા ત્યારે મહિલાએ પસ્તાવો કરવાને બદલે ધમકી આપી હતી કે જો ફરીથી ડોરબેલ વગાડશે તો હજુ પણ મારીશ. આખરે પરિવારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપેક્ષા વૈષ્ણવ નામની મહિલાની અટકાયત કરી છે.
પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ મહિલાએ પોતાની ભૂલ કબૂલી માફી માંગી હતી. જોકે, સોસાયટીના અન્ય બાળકો પણ આ દ્રશ્ય જોઈને ફફડી ઉઠ્યા હતા. હાલ પોલીસ આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.