સ્નેહાંજલિ સોસાયટીના રહીશોનો બિલ્ડર સામે હલ્લાબોલ
વર્ષ 2006થી બિલ્ડરના ઠાલા વાયદા અને હવે AMCનું JCB આવતા રહીશો બેઘર થવાની ભીતિ

રહીશોનો હલ્લાબોલ

રહીશોનો હલ્લાબોલ
અમદાવાદ: ઘર ગુમાવવાની બીકે સ્નેહાંજલિ સોસાયટીના રહીશો રસ્તા પર, બિલ્ડર દિલીપ પટેલના ઘર બહાર ધરણા
અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદનારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરની સ્નેહાંજલિ સોસાયટીના રહીશો પોતાની આજીવનની કમાણી ખર્ચીને હવે ઘર વિહોણા થવાની કગાર પર આવી ગયા છે. બિલ્ડરની છેતરામણી સામે આજે મોટી સંખ્યામાં રહીશોએ બિલ્ડર દિલીપ પટેલના નિવાસસ્થાને પહોંચી ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
18 વર્ષથી માત્ર વાયદાઓનો ખેલ :
સ્નેહાંજલિ સોસાયટીનું નિર્માણ કરનાર બિલ્ડર દિલીપ પટેલ પર રહીશોએ ગંભીર આક્ષેપો કર્યા છે. વર્ષ 2006માં રહીશોને ખબર પડી હતી કે આખી સોસાયટી ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવી છે. ત્યારથી અત્યાર સુધી બિલ્ડર સોસાયટીને કાયદેસર કરાવી આપવાના ખોટા આશ્વાસનો આપી રહ્યો હોવાનું લોકોનું કહેવું છે. દોઢ દાયકાથી વધુ સમય વીતી જવા છતાં કોઈ ઉકેલ ન આવતા રહીશો લાચાર બન્યા છે.
AMCના ડિમોલિશનના ભયે લોકો ફફડ્યા :
આ મામલે ગંભીર વળાંક ત્યારે આવ્યો જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ટીમ જેસીબી અને કાફલા સાથે સોસાયટીમાં ડિમોલિશન માટે પહોંચી હતી. પોતાનું આશિયાનું તૂટતું જોઈને રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તંત્રની કડક કાર્યવાહી વચ્ચે જ્યારે બિલ્ડરે હાથ અધ્ધર કરી દીધા, ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
બિલ્ડર લાપતા, રહીશોનો આક્રોશ :
પીડિત રહીશોના જણાવ્યા મુજબ, મુશ્કેલીના સમયે બિલ્ડર દિલીપ પટેલ હવે ફોન પણ ઉપાડી રહ્યા નથી. મધ્યમવર્ગીય પરિવારોએ કરોડો રૂપિયા ચૂકવ્યા હોવા છતાં આજે તેમની પર બેઘર થવાની તલવાર લટકી રહી છે. ન્યાય માટે આકરા પાણીએ થયેલા રહીશોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી બિલ્ડર આ મામલે કોઈ નક્કર ઉકેલ નહીં આપે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ