પોલીસ અને નેશનલ ઇનવેસ્ટીગેટીંગ એન્જસીને (NIA), સુરતમાં રેલ ઉથલાવવાના કાવતરામાં મોટી સફળતા મળી છે. પોલીસ પશ્ચિમ રેલ્વેના બે કર્મચારી સહિત ત્રણ ધરપકડ કરી છે, સુરત પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલવે ફરિયાદી જ આરોપી છે, સોશિયલ મીડિયા છવાઈ જવા અને એવોર્ડ મેળવવા હેતુથી કર્મચારીઓએ રેલવે ટ્રેક પર ની સેફટી પીન અને ફિશ પ્લેટ કાઢી રેલવે ટ્રેક પર મૂકી દીધી હતી.
બે દિવસ પહેલા, કીમ-કોસંબા રેલ્વે ટ્રેક પર કોઇએ ૭૨ જેટલી સેફટી પીન અને બે ફિશ પ્લેટ કાઢી નાખી હતી, જે પાછી ટ્રેક પર ગોઠવી, રેલ ગાડીને પટરી પરથી ઉતારી દેવાનું ષડયંત્ર રચાયું હતું, રેલવે કર્મચારી નાઈટ પેટ્રોલિંગમાં નિકળ્યા અને તેમના ધ્યાન પર આવતાં રેલ્વેને કોસંબા પાસે અટકાવી દઇ, મોટો અકસ્માત રોક્યો હતો. આવી કથા રેલવે કર્મચારી સુભાષ પોદારે ફરિયાદ કરી હતી.
સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે ફરિયાદ થઈ તે સમયથી પોલીસને શંકા હતી કે કોઇ અંદરની જ વ્યક્તિનું કામ છે. તેથી ૧૪૦ જેટલા પોલીસ જવાન અને અધિકારીઓની જુદી જુદી ટીમ બનાવી તપાસ કરી હતી.
તેમની શંકા મજબૂત થવાનું બીજું કારણ એ હતું કે રેલવે અધિકારીઓ જણાવ્યું કે ૭૧ જેટલી સેફટી પીન અને બે ફિશ પ્લેટ માત્ર ૨૦ મિનિટના સમયગાળામાં કાઢવામાં આવી છે. અને આ કામ બિનઅનુભવી કે અજાણ વ્યક્તિ કરી શકે નહી. જેનાથી પરથી પોલીસ પહેલા રેલવે કર્મચારીઓમાં જ કોઇ સંડોવણી છે કે નહી, તે શોધવાનું નક્કી કર્યુ.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તપાસ દરમિયાન પોલીસને એક ગેંગમેન નું નિવેદન મળ્યું છે. જેમાં તેણે જણાવ્યું કે રાત્રે તેણે બે થી ત્રણ વ્યક્તિઓને રેલવે ટ્રેક પર કામ કરતા જોયા, અને તરત બેટરી ચાલુ કરી, લાઈટ મારી, જેથી જો રેલ કર્મચારી હોય તો સમજી લાઇટથી પ્રતિ ઉત્તર આપે, પરંતુ ટોર્ચ લાઇટ માર્યા પછી ત્રણ વ્યક્તિઓ છુપાઈ ગયા હતા.
વધુ તપાસના અંતે પોલીસે સુભાષ પગારેની વધુ પૂછતાછ કરતા, તેના નિવેદનમાં સતત વિરોધાભાસ રહેવાના કારણે શંકા આધારે અટકાયત કરી વધુ પૂછતાછ કરી હતી, જેમાં તેણે તેના અન્ય બે સાથીઓની નામ આપ્યાં હતાં. જે ત્રણેય આ ગુન્હા આચાર્યનું કબૂલ્યું હોવાનું કહેવાય છે. એવી પણ માહિતી મળે છે કે આ કર્મચારીઓ ઇનામની લાલચ, તથા મીડિયામાં છવાઈ જવા અને દોઢ દિવસની રજા માટે આ કૃત્ય કર્યું હતું.