આજથી માવઠામાંથી રાહત: 7 નવેમ્બરથી ઠંડીની શરૂઆત
છેલ્લા 27 વર્ષનો રેકોર્ડ તોડ્યા બાદ અરબી સમુદ્રની સિસ્ટમ નબળી પડી,2-3 દિવસ છૂટાછવાયા ઝાપટા

આજથી માવઠામાંથી રાહત

આજથી માવઠામાંથી રાહત
ગુજરાતમાં છેલ્લા સાત દિવસમાં માવઠાએ જે વિનાશ વેર્યો છે, તેનાથી અનેક જિલ્લાઓમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જોકે, આખરે રાજ્યના નાગરિકોને આ આકાશી આફતમાંથી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગે ખેડૂતો માટે રાહત આપતી આગાહી કરી છે કે આજથી (3 નવેમ્બર) રાજ્યમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે ઘટશે.
અરબી સમુદ્રની સિસ્ટમ નબળી પડી
હવામાન વિભાગના મતે, અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ હવે નબળી પડી રહી છે, જેના કારણે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. જોકે, આગામી 2-3 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહિવત થઈ જશે. સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.
કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા?
હવામાન વિભાગે 3થી 5 નવેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે:
3 નવેમ્બર: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર.
4 નવેમ્બર: ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ.
5 નવેમ્બર: મુખ્યત્વે દક્ષિણ ગુજરાત (વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ) અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ.
7 નવેમ્બરથી ઠંડા પવનો શરૂ થશે
વરસાદી માહોલ સમાપ્ત થતાંની સાથે જ રાજ્યમાં શિયાળાની શરૂઆત થશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે ૫ નવેમ્બરથી વરસાદ સંપૂર્ણ બંધ થઈ જશે અને ૭ નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો શરૂ થતાં શિયાળો ધીમે ધીમે જામશે. જોકે, નવેમ્બર મહિનામાં આકરી ઠંડી પડવાની શક્યતા ઓછી છે. ગુજરાતમાં શિયાળાનો અસલી ચમકારો ડિસેમ્બરની શરૂઆતમાં અને ૨૨ ડિસેમ્બર પછી જોવા મળશે. આ રાહતભરી આગાહીથી ખેડૂતોને કમોસમીના કહેરથી છૂટકારો મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

માત્ર 20 દિવસમાં 496 કેસ, જ્યારે 2026માં અત્યાર સુધીનો આંકડો 1,084 પર પહોંચ્યો!

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...