ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ
જીત પાબારીએ યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા

દુષ્કર્મની ફરિયાદ

દુષ્કર્મની ફરિયાદ
ગુજરાતના નામાંકિત ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી વિરુદ્ધ નોંધવામાં આવી દુષ્કર્મની ફરિયાદ,, માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે, જીત પાબારી વિરુદ્ધ 29 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પીડિત યુવતીના ફરીયાદ ન નોંધવામાં આવતા પીડિતા દ્વારા મીડિય સામે પોતાની આપવીતી જણાવી હતી, યુવતીના નીવેદનના ગણત્રીના કલાકોમાં જ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી.
અગાઉ સાથે ફરવા જતા હતા ત્યારે અનેક ફોટોગ્રાફસ જીતે બળજબરીથી પાડી લીધેલ છે તેમજ તમામ ફોટોગ્રાફસ તેઓ પાસે રહેલ છે તેમજ જીતે દુષ્કર્મ કરવા અંગે જે કાંઈ જણાવેલ તેની વ્હોટસઅપ ચેટ પણ મોબાઈલ ફોન લઈ ડીલીટ કરાવી નાંખેલ હતી. મારી જાણ બહાર મારા બીભત્સ ફોટાઓ તથા વીડિયો ઉતારી લીધેલ છે તે પણ હાલ તેઓ પાસે છે અને તેઓએ મને જણાવેલ હતું કે આ બધુ મેં અલગ અલગ 4 પેનડ્રાઈવમાં કોપી કરીને રાખી દીધેલ છે.
પીડિતા દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, મારી સાથે દુષ્કર્મ ગુજારી મારા બીભત્સ ફોટા અને વીડીયો ઉતારી લીધેલ અને આ ફોટા સમાજમાં વાઈરલ કરી બદનામ કરવાની ધમકીઓ આપેલ હોય તેમજ કહેલ કે તારે જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજે પોલીસ પણ મારું કાંઈ બગાડી નહિં લ્યે મારે ખુબજ ઉચી લાગવગ છે અને હવે મારે તારી સાથે લગ્ન પણ કરવા નથી. હાલ બનાવ અંગે ફરિયાદ પરથી માલવિયાનગર પોલીસે આરોપી જીત વિરુધ્ધ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે સવાલ એ ઉદ્દભવે છે કે શું પોલીસ દ્વારા જીત પાબારીને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, કયા કારણોસર ભોગ બનનાર યુવતીની ફરીયાદ નોંધવામાં આવતી ન હતી...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ