અમદાવાદના ખ્યાતિ કાંડમાં ફરાર રાજશ્રી કોઠારીની ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

અમદાવાદના ખ્યાતિ કાંડમાં ફરાર રાજશ્રી કોઠારીની ધરપકડ

અમદાવાદના ખ્યાતિ કાંડમાં ફરાર રાજશ્રી કોઠારીની ધરપકડ
દેશભરમાં ચકચાર જગાવનારા અમદાવાદના ખ્યાતિ કાંડમાં મહત્વના સમાચાર મળ્યા છે. પોલીસે આ કેસમાં ઘણા સમયથી ફરાર રહેલા હોસ્પિટલના ડોક્ટર રાજશ્રી કોઠારીની ધરપકડ કરી છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેવાયયોજના હેઠળ સરકાર પાસેથી રુપિયા પડાવાના ષડયંત્રના ભાગરુપે દર્દીઓને લાવવામાં આવ્યા હતા અને તેમનું હ્રદય ચીરીને પૈસા ખંખેર્યા હતા. આ ઘટનામાં 2 દર્દીના મોત પણ થયા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી અને હોસ્પિટલા ડોક્ટર સંજય પટોળિયા તથા સીઇઓ ચિરાગ રાજપૂત સહિતના આરોપી ઝડપી પાડ્યા હતા.
દરમિયાન ગુનો નોંધાયા બાદ ફરાર રહેલા ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર રાજશ્રી કોઠારીની પણ પોલીસ ધરપકડ કરી છે. મળેલી માહિતી મુજબ રાજશ્રી કોઠારી રાજસ્થાનથી ઝડપાઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજશ્રી કોઠારીને રાજસ્થાનથી ઝડપી લીધા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ