રેલવે નવું ટાઈમ ટેબલ: 85 ટ્રેનો ઝડપી દોડશે
અમદાવાદ સહિત 17 રેલવે સ્ટેશનો પર ટ્રેનોના સમયમાં મોટો ફેરફાર, આજથી મુસાફરોનો સમય બચશે

રેલવે નવું ટાઈમ ટેબલ

રેલવે નવું ટાઈમ ટેબલ
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા નવા વર્ષના પ્રારંભે મુસાફરો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. 1 જાન્યુઆરી, 2026થી સમગ્ર ડિવિઝનમાં ટ્રેનોનું નવું સમયપત્રક અમલમાં મૂકવામાં આવ્યું છે. રેલવેના આ નિર્ણયથી ટ્રેનોની ગતિ વધશે અને મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને વહેલા પહોંચી શકશે
85 ટ્રેનોની સ્પીડ વધી, સમયમાં મોટો ઘટાડો :
રેલવે તંત્ર દ્વારા લેવાયેલા ટેકનિકલ નિર્ણય મુજબ, અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 85 ટ્રેનોની ગતિમાં વધારો કરવામાં આવ્યો છે. આ સુધારાના કારણે 23 જેટલી ટ્રેનોના મુસાફરી સમયમાં 5 મિનિટથી લઈને 40 મિનિટ સુધીનો ઘટાડો થયો છે. આ ફેરફાર લાંબા અંતરના મુસાફરો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે
ટ્રેનોના આગમન-પ્રસ્થાનમાં ફેરફાર નવા ટાઈમ ટેબલ મુજબ ટ્રેનોના સમયમાં બે પ્રકારે ફેરફાર થયા છે:
વહેલી પહોંચનારી ટ્રેનો: ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર 110 ટ્રેનો હવે નિર્ધારિત સમય કરતાં 5 થી 40 મિનિટ વહેલી પહોંચશે
મોડી પહોંચનારી ટ્રેનો: 57 ટ્રેનોના સમયમાં ફેરફાર કરીને તેને પોસ્ટપોન કરવામાં આવી છે, જે અગાઉના સમય કરતાં 5 થી 45 મિનિટ મોડી આવશે
આ મુખ્ય સ્ટેશનો પર સમય બદલાયો :
આ નવા ફેરફારની અસર અમદાવાદ (કાલુપુર), સાબરમતી, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, ભુજ, ગાંધીધામ, હિંમતનગર, પાટણ, વિરમગામ અને ધ્રાંગધ્રા સહિતના તમામ નાના-મોટા સ્ટેશનો પર જોવા મળશે. મુસાફરોએ હવે પ્લેટફોર્મ પર જતા પહેલા પોતાની ટ્રેનનો ચોક્કસ સમય જાણી લેવો અનિવાર્ય છે.
મુસાફરો માટે ખાસ સૂચના :
રેલવે વિભાગે મુસાફરોને અપીલ કરી છે કે રેલવે સ્ટેશને પહોંચતા પહેલા સત્તાવાર વેબસાઇટ અથવા પૂછપરછ બારી પરથી ટ્રેનનો નવો સમય ચકાસી લેવો. આ ફેરફાર આજથી જ લાગુ થઈ ગયો હોવાથી મુસાફરીના આયોજનમાં સાવચેતી રાખવી જરૂરી છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.