અંજારની કુખ્યાત લેડી ડોન સહિત 3 પાસા હેઠળ ધકેલાયા
અંજારની કુખ્યાત લેડી રિયા ગૌસ્વામીની ટોળકી વિરુદ્ધ પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે.

અંજારની કુખ્યાત લેડી ડોન સહિત 3 પાસા હેઠળ ધકેલાયા

અંજારની કુખ્યાત લેડી ડોન સહિત 3 પાસા હેઠળ ધકેલાયા
અંજારની કુખ્યાત લેડી રિયા ગૌસ્વામીની ટોળકી વિરુદ્ધ પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. ભાઇ અને બે બહેનોની ત્રિપુટી વિરુદ્ધ પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક બાદ હવે પાસાનું શસ્ત્ર ઉગામ્યુ છે. અંજારની આ ત્રિપુટી ગેરકાયદેસર વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી માટે કુખ્યાત છે. રિયા ઈશ્વર ગૌસ્વામી , તેની બહેન આરતી ઈશ્વર ગૌસ્વામી અને ભાઈ તેજસ ઈશ્વર ગૌસ્વામી વિરુદ્ધ અસંખ્ય ગુન્હા અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. આ ત્રિપુટી વિરુદ્ધ અગાઉ પણ ગુજસીટોકની કાર્યવાહી થઈ હતી.
થોડા સમય અગાઉ પૂર્વ કચ્છ પોલીસે ભાઈ બહેનોની ત્રિપુટી વિરુદ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી. આરોપી જામીન પર છૂટયા બાદ પણ ગેર કાયદેસર વ્યાજખોરીની પ્રવૃત્તિ ચાલુ રાખતા પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે.
કુખ્યાત ત્રિપુટી વિરુદ્ધ પાસાનું શસ્ત્ર ઉગામ્યુ
અંજારની કુખ્યાત ભાઈ બહેનોની ત્રિપુટી વિરુદ્ધ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મળતા પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને અંજાર પોલીસે સયુક્ત ઓપરેશન હાથ ધરી ત્રણેય આરોપીની અટકાયત કરી છે. રિયા ગૌસ્વામી અને આરતી ગૌસ્વામીને અમદાવાદ મધ્યસ્થ જેલ અને તેના ભાઈ તેજસ ગૌસ્વામીને રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.