અમદાવાદના મકરબામાં ભૂવો પડતાં રિક્ષાચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અમદાવાદના મકરબામાં મેઈન રોડ પર ભૂવો પડતા એક રિક્ષાચાલક અહીંથી પસાર થતો હતો.

અમદાવાદમાં જોખમી રસ્તા

અમદાવાદમાં જોખમી રસ્તા
અમદાવાદના મકરબામાં મેઈન રોડ પર ભૂવો પડતા એક રિક્ષાચાલક અહીંથી પસાર થતો હતો. આ દરમિયાન તેનું ધ્યાન ચૂક થતાં રિક્ષા ભૂવામાં ખાબકી હતી. પહેલા એક નાનકડો ખાડો હતો પણ રોડ બેસી જતાં ધડાકા સાથે ભૂવો પડ્યો હતો. આ ભૂવામાં રિક્ષાનો આગળનો ભાગ ગરકાવ થયો હતો. જેમાં રિક્ષાચાલકને ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મકરબા મેઈન રોડ પર આવેલા અતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક આ ભૂવો પડ્યો છે. એક રિક્ષાચાલક આ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં અચાનક રસ્તો બેસી જતા ધડાકા સાથે ભૂવો પડ્યો અને રિક્ષાનો આગળનો અડધો ભાગ અંદર ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષાનો કાચ તૂટી ગયો અને રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો તેમજ રિક્ષાચાલકને ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડાયો હતો.
આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તરત પોલીસ હાજર થઈ ગઈ હતી અને ટ્રાફિકજામ ન થાય એટલે રસ્તો ક્લિયર કરાવવા કાર્યવાહી કરી હતી.
આ ઘટના એક ચેતવણી સમાન હતી કે વિકાસના નામે થતા કામોમાં ગુણવત્તાનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે. જો રસ્તાના નિર્માણમાં બેદરકારી દાખવવામાં આવે તો આવી ગંભીર દુર્ઘટનાઓ ગમે ત્યારે થઈ શકે છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બની શકે છે. હવે જોવાનું એ છે કે તંત્ર આ ઘટનામાંથી શું શીખે છે અને ભવિષ્યમાં આવા જોખમોને ટાળવા માટે કેવા પગલાં લે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.