ચોરવાડની ચૂંટણીમાં રાજકીય ઉલટફેર: MLA વિમલ ચુડાસમાની હાર
કોંગ્રેસનાં MLA વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે સીધો જંગ હતો.

ચોરવાડની ચૂંટણીમાં રાજકીય ઉલટફેર: MLA વિમલ ચુડાસમાની હાર

ચોરવાડની ચૂંટણીમાં રાજકીય ઉલટફેર: MLA વિમલ ચુડાસમાની હાર
16 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક ચૂંટણીના પરિણામો માટે મતગણતરી ચાલી રહી છે. ત્યારે જૂનાગઢની ચોરવાડથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નં-8માં ધારાસભ્ય વિમલ ચુડાસમાને હારનો સામનો કરવો પડ્યો છે. અહીં, કોંગ્રેસનાં MLA વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે સીધો જંગ હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે ચોરવાડમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં પરિવર્તન અને પુનરાવર્તનની સીધી લડાઈ હતી. ચોરવાડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો જંગ હતો અને બંને નેતાઓ માટે નગરપાલિકાની ચૂંટણીમાં જીત પ્રતિષ્ઠાનો સવાલ બની હતી. અહીં, કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા વચ્ચે સીધી ટક્કર હતી.
આજે સવારે જાહેર થયેલા પરિણામો મોટો ઉલટફેર સર્જ્યો છે. ભાજપના નેતા સાંસદ રાજેશ ચુડાસમાએ કોંગ્રેસના નેતા વિમલ ચુડાસમાને ચૂંટણી જંગમાં માત આપી છે અને કોંગ્રેસના હેટ્રિક બનાવવાનું સપનું રોળાઈ ગયું છે. ઘણા સમયથી સત્તાથી વંચિત રહેવું પડેલ ભાજપનો વનવાસ હવે પૂર્ણ થયો છે. બંને પક્ષોએ જીતવા માટે એડી-ચૂડીનું જોર લગાવ્યું હતું. પરંતુ ચોરવાડની જનતાએ આજે કોંગ્રેસનો સાથ છોડી, કમળ પર પસંદગી ઉતારી હતી, જે એક મોટો રાજકીય ઉલટફેર સમજી શકાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.