Rajkot : હળદરની ખેતીની લાલચ ભારે પડી, વેપારી સાથે કરોડોની ઠગાઈ
2025 સુધી વળતર ન મળતા કાનાબારે 19 લોકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી...

રાજકોટના વેપારીએ ગુમાવ્યા 64 કરોડથી વધુ...

રાજકોટના વેપારીએ ગુમાવ્યા 64 કરોડથી વધુ...
રાજકોટના એક વેપારી સાથે રૂ. 64.80 કરોડની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. ધર્મ ભક્તિ પ્રાઇવેટ લિમિટેડ નામે ખેત ઉત્પાદનોની કંપની ધરાવતા ફરિયાદી પ્રશાંત કાનાબારને મુંબઈની એ.એસ.એગ્રી એન્ડ એકવા કંપનીના નામે કેટલાક આરોપીઓએ વિશ્વાસમાં લીધા હતા. આ ઠગ ટોળકીએ ફરિયાદીને હળદરની ખેતી માટે પોલી હાઉસ બનાવવા અને તેના દ્વારા રૂ. 1 અબજ અને 94 લાખની જંગી કમાણી કરાવવાની લાલચ આપી હતી. તેમની વાતોમાં આવી ગયેલા પ્રશાંત કાનાબાર અને તેમના ભાગીદારને આરોપીઓએ ધીરે ધીરે ઝાંસામાં લીધા.
વર્ષ 2021 માં આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ ત્રણ બેંક ખાતામાં કુલ રૂ. 64.80 કરોડની માતબર રકમ પડાવી લીધી હતી. આ રૂપિયા લીધા બાદ મુંબઈના આ શખ્સોએ 2025 સુધી ફરિયાદીને કોઈ વળતર કે નાણાં પરત કર્યા ન હતા.
લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે રાજકોટના વેપારી પ્રશાંત કાનાબારને ખ્યાલ આવ્યો કે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે. પોતાની સાથે થયેલી આ વિશાળ છેતરપિંડી અંગે તેમણે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં કુલ 19 જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના રાજકોટના વેપારી વર્તુળમાં ચર્ચાનો વિષય બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.