PG માટે પોલીસ વેરિફિકેશન અને સોસાયટી NOC ફરજિયાત
અમદાવાદમાં ચાલતા PG માટે હવે પોલીસ વેરિફિકેશન અને સોસાયટીનું NOC હવે ફરજિયાત
PG
PG
અમદાવાદમાં પેઇંગ ગેસ્ટ (PG) તરીકે ચલાવાતા રહેણાંક વ્યવસાયો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હવે વધુ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવે શહેરમાં PG ચલાવવા માટે સોસાયટીનું NOC અને પોલીસ વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
385ને આપવામાં આવી PG નોટિસ
AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં વિવિધ વિસ્તારોમાં રહેણાંક બિલ્ડિંગોમાં મોટા પાયે PG વ્યવસાય ચલાવવામાં આવી રહ્યો છે. દરેક ઝોનમાં કરવામાં આવેલી તપાસમાં અંદાજે 401 જેટલા PG એકમો બહાર આવ્યા છે. જેમાંથી 385 PG નોટિસ હેઠળ આવી ચૂક્યા છે, કારણ કે તેઓ પાસે જરૂરી NOC અને પોલીસ વેરિફિકેશન ઉપલબ્ધ ન હતું.

નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી
દેવાંગ દાણીએ વધુમાં સ્પષ્ટ કર્યું કે, ગુજરાત હાઈકોર્ટની માર્ગદર્શિકા અનુસાર, PG માટે સોસાયટીનું NOC અને પોલીસ વેરિફિકેશન ફરજિયાત છે. આ નિયમોના પાલન વિના PG ચલાવનાર સામે AMC કડક પગલાં લેશે.
AMCના સર્વે અનુસાર, શહેરમાં PGથી સંબંધિત ન્યૂસન્સ, સુરક્ષા મામલા અને અસામાજિક પ્રવૃત્તિઓની ફરિયાદો મળતાં, ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. હવે કોઈ પણ રહેણાંક વિસ્તારમાં PG વ્યવસાય શરૂ કરવી હોય, તો પહેલા સોસાયટીનો લેખિત NOC અને પોલીસ વેરિફિકેશન રિપોર્ટ આવશ્યક છે.
સૌથી વધુ PG કયા વિસ્તારોમાં?
AMCના એસ્ટેટ વિભાગે જણાવ્યું કે, સૌથી વધુ PG બોપલ, ઘાટલોડીયા, થલતેજ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, એસ.જી. હાઈવે, ઘુમા, ગોતા, ચાંદલોડિયા, જગતપુર અને ચાંદખેડા જેવા વિસ્તારોમાં ચાલે છે. તેમજ, 401 PG પૈકી હાલ 8 PG બંધ હાલતમાં છે. હવે જો PG ઓપરેટરો AMCની નવી ગાઈડલાઈનનું પાલન નહિ કરે, તો તેમની સામે દંડ, સીલિંગ અથવા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
AMCની ગાઈડલાઇનની મુખ્ય શરતો
સોસાયટીમાંથી લેખિત NOC અનિવાર્ય
દરેક PGના રહેવાસીઓનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત
નિયમન વિના PG ચલાવનારને નોટિસ પછી કડક કાર્યવાહી
નિયમિત સમયગાળાએ ચકાસણી અને રજીસ્ટ્રેશન
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.