આઠ શહેરોમાં પોલીસ કમિશનર? ‘ભેંસ ભાગોળે અને....
ગાંધીનગરમાં પોલીસ કમિશનરેટનો પાંચ વર્ષે અમલ નહીં થતાં કેટલાક IPSના સપના રોળાયાં
પાંચ વર્ષ બાદ રાજ્યના ગૃહ વિભાગે અન્ય 3 શહેરોમાં પોલીસ કમિશનરેટનું ગાજર લટકાવ્યું
પાંચ વર્ષ બાદ રાજ્યના ગૃહ વિભાગે અન્ય 3 શહેરોમાં પોલીસ કમિશનરેટનું ગાજર લટકાવ્યું
રાજ્યના આઠ શહેરોમાં પોલીસ કમિશનરેટ કરવાની ચર્ચા ચાલી રહી છે. કેટલાક જાણકારો આ ચર્ચાને ‘ભેંસ ભાગોળે અને છાશ છાગોળે’ જેવી ગણાવી રહ્યા છે. કારણકે, ગાંધીનગરને પોલીસ કમિશનરેટ બનાવવાનો પાંચ વર્ષે પણ અમલ થયો નથી. વર્ષ 2020માં વિજય રૂપાણી સરકારે દરખાસ્ત કરીને કેટલાક IPS અધિકારીઓની નિમણૂક પણ કરી દીધી હતી. તેવામાં હવે ગાંધીનગર સાથે મહેસાણા, ભાવનગર અને જામનગરને પણ પોલીસ કમિશનરેટ બનાવવાનું નવું ગાજર લટકાવાયું છે.
ગાંધીનગર જિલ્લાને કમિશનરેટ કરવાની ચર્ચા પાંચ વર્ષથી ચાલી રહી છે. પરંતુ અગમ્ય કારણોસર શક્ય બન્યું નથી. વીવીઆઈપી મૂવમેન્ટ ઉપરાંત વિદેશી મહેમાનો આમંત્રિત હોય તેવા કાર્યક્રમોમાં બંદોબસ્ત જળવાય તે માટે ગાંધીનગરને પોલીસ કમિશનરેટ કરવાનો હેતુ હતો. ગાંધીનગરને પોલીસ કમિશનરેટ બનાવવાનો અમવ થયો નથી તેવામાં મહેસાણા, ભાવનગર અને જામનગરને પણ પોલીસ કમિશનરેટ કરવાની હિલચાલ શરૂ થઈ છે.
વર્ષ 2020માં વિજય રૂપાણી સરકાર વખતે ગાંધીનગર પોલીસ કમિશ્નરેટ માટે દરખાસ્ત મૂકાઈ હતી અને કમિશ્નરેટ માટેની પોસ્ટિંગ પણ મંજૂર કરવામાં આવી હતી. તેનો અમલ નહીં થતાં ગાંધીનગર પોલીસ કમિશ્નર બનવાના કેટલાક IPS અધિકારીના સપના રોળાઈ ગયા હતા. કેટલાક IPS અધિકારીઓ રાજકીય ગુરૂઓને પગે પણ પડી આવ્યા હતાં. આ યોજનામાં રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ થયાની ચર્ચા હતી. પોલીસ કમિશ્નરેટ બનશે તેવો દર વર્ષે IPS અધિકારીઓને કૂણીએ ગોળ લગાવાયો હતો. પરંતુ, ગોળ સુધી કેટલાક IPS અધિકારીઓની જીભ પહોંચી નથી.
હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પોલીસ કમિશ્નરેટ છે. પાંચમું પોલીસ કમિશ્નરેટ ગાંધીનગરમાં બને તે પહેલાં બાળમરણ થયું હતું. ગાંધીનગર હાલ DSPના તાબામાં છે. ગાંધીનગર પોલીસ કમિશ્નરેટ બનાવવા નકશો, દરખાસ્ત તેમજ ડ્રાફ્ટ તૈયાર કરી ગૃહ વિભાગને મોકલી દેવામાં આવ્યો હતો. વર્ષ 2021માં સત્તાવાર જાહેરનામું બહાર પડવાની ચર્ચાઓ પણ હતી.
પાંચ વર્ષ બાદ પણ ગૃહ વિભાગે ગાંધીનગર પોલીસ કમિશ્નરેટની મંજૂરી આપી નથી. જે તે સમયે અમદાવાદ પોલીસ કમિશ્નરેટમાં આવતાં ચાંદખેડા, સોલા અને સાબરમતી તેમજ અમદાવાદ જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશનનો ગાંધીનગર પોલીસ કમિશ્નરેટમાં સમાવવા માટે સરવે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલના DCP નિર્લિપ્ત રાય અને આઈપીએસ ઉષા રાડા સહિતના કેટલાક અધિકારીઓની ગાંધીનગર કમિશ્નરેટમાં પોસ્ટિંગ પણ કરી દેવામાં આવી હતી.
ચાર શહેરોમાં પોલીસ કમિશનરેટ ઉપરાંત નવી 2 રેન્જ બનાવવાની હિલચાલ છે. બંને રેન્જ બનાવવા માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાની ચર્ચા છે. જેમાં કચ્છ અને મોરબી ઉપરાંત બનાસકાંઠા અને પાટણ બે-બે જિલ્લા વચ્ચે અલગ-અલગ રેન્જ કરવામાં આવનાર છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ અને રાજકોટ રેન્જ સૌથી મોટી છે. જેમાં રેન્જ આઈજીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવામાં ઘણો સમય જાય છે. તેથી રાજકોટ રેન્જમાંથી મોરબીને અલગ કરી કચ્છ રેન્જમાં લેવાનું અને કચ્છ રેન્જમાંથી બનાસકાંઠા-પાટણ અલગ કરી મહેસાણા રેન્જમાં લેવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો