સરદાર પટેલની જન્મજયંતિએ PMએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ
PM મોદીએ સરદાર પટેલની 150મી જન્મજયંતિ પર 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

સરદાર પટેલની જન્મજયંતિ

સરદાર પટેલની જન્મજયંતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 31 ઓક્ટોબરના રોજ, રાષ્ટ્ર નિર્માતા અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા નગર ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. PM મોદી સવારે 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' ખાતે પહોંચ્યા હતા અને સરદાર પટેલની 182 મીટર ઊંચી ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને આ મહાન નેતાને નમન કર્યા હતા. શ્રદ્ધાંજલિ બાદ પીએમ મોદી એ 'રાષ્ટ્રીય એકતા દિવસ'ના શપથ પણ લેવડાવ્યા હતા, જે રાષ્ટ્રની અખંડિતતા જાળવવાના સામૂહિક સંકલ્પને મૂર્તિમંત કરે છે.
રાષ્ટ્રીય એકતા પરેડમાં મહિલા શક્તિનું પ્રભુત્વ
સરદાર પટેલની જયંતિ નિમિત્તે આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડનું મુખ્ય આકર્ષણ 'નારી શક્તિ' રહી હતી, જેમાં પરેડની તમામ ટુકડીઓનું નેતૃત્વ મહિલા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલા 'ગાર્ડ ઑફ ઑનર'નું નેતૃત્વ ગુજરાત કેડરના IPS અધિકારી સિમરન ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલા, પરેડનું પ્રતિનિધિત્વ અન્ય મહિલા IPS અધિકારી સુમન નાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરેડ દિલ્હીની ગણતંત્ર દિવસ પરેડની તર્જ પર આયોજિત કરવામાં આવી હતી, જેમાં BSF, CRPF, CISF, ITBP અને SSB સહિત 16થી વધુ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય પોલીસ દળોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં BSFના 16 મેડલ વિજેતાઓ અને CRPFના 5 શૌર્ય ચક્ર વિજેતાઓ એ પણ ગૌરવભેર ભાગ લીધો હતો, જે રાષ્ટ્રની સંયુક્ત શક્તિ અને સુરક્ષા દળોની વીરતાને દર્શાવે છે.
આ પણ વાંચો: દિવાળીના દિવસે રાષ્ટ્રિય એકતા દિવસનો અદ્ભુત સંયોગ
'વિવિધતામાં એકતા' થીમ પર ટેબ્લો
આ પરેડમાં "વિવિધતામાં એકતા" થીમને પ્રતિબિંબિત કરતા ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પોડિંચેરીના સુંદર ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પરેડમાં ભારતીય સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતી સ્થાનિક શ્વાન જાતિઓનું પણ પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું, જે આત્મનિર્ભરતાનું પ્રતીક છે. આ ડોગ સ્ક્વોડમાં રામપુર શિકારી શ્વાનો અને મુધોલ શિકારી શ્વાનોનો સમાવેશ થતો હતો. ડોગ સ્ક્વોડનું નેતૃત્વ મુધોલ શિકારી શ્વાન 'રિયા' દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે ઓલ ઈન્ડિયા પોલીસ ડોગ કોમ્પિટિશનમાં વિજેતા બનીને કૌશલ્ય સાબિત કર્યું છે. વિશેષ આકર્ષણ તરીકે ગુજરાત પોલીસની ઘોડા ટુકડી અને BSFની ઊંટ ટુકડી તથા ઊંટ પર સવાર BSFના બેન્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
IPS સુમન નાલાની પ્રેરણાદાયી ગાથા
રાષ્ટ્રીય એકતા પરેડમાં આગેવાની કરનાર મહિલા IPS અધિકારી સુમન નાલાનું જીવન સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયી કહાણી છે. BITS પિલાનીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી અને ઓરેકલની કોર્પોરેટ નોકરી છોડીને તેમણે દેશસેવા માટે UPSCનો કઠિન માર્ગ પસંદ કર્યો. ઘણી નિષ્ફળતાઓનો સામનો કર્યા બાદ, ચોથા પ્રયાસમાં તેમણે 508મો રેન્ક મેળવીને IPS અધિકારીનું પદ હાંસલ કર્યું હતું. IPS અધિકારી તરીકે ગુજરાતના બનાસકાંઠામાં 12 વર્ષથી સામાજિક બહિષ્કારનો સામનો કરી રહેલા 29 આદિવાસી પરિવારોને તેમનો હક અપાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું જીવન યુવાનો માટે પ્રેરણારૂપ છે કે, નિષ્ફળતા એ અંત નથી, પરંતુ સફળતા તરફનું એક મજબૂત પગથિયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!