Plane Crash : બચી ગયેલા વિશ્વાસ કુમાર ક્યાં ...?
દુર્ભાગ્યવશ તેમના ભાઈ અજય કુમારનું આ દુર્ઘટનામાં મોત થયું

દુર્ભાગ્યવશ તેમના ભાઈ અજય કુમારનું આ દુર્ઘટનામાં મોત થયું

દુર્ભાગ્યવશ તેમના ભાઈ અજય કુમારનું આ દુર્ઘટનામાં મોત થયું
અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂને થયેલી ભયંકર એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 લોકોનાં મોત થયા છે. આ ભયાનક દુર્ઘટનામાં માત્ર એક યાત્રીનું જીવતંત બચાવ થયો છે જેમનું નામ વિશ્વાસ કુમાર રમેશ છે અને તે 40 વર્ષના ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક છે.
વિશ્વાસ કુમાર, જે મૂળ દીવના રહેવાસી છે અને હાલ બ્રિટનમાં વસવાટ કરે છે, પોતાના પરિવારજનોને મળવા માટે ભારતમાં આવ્યા હતા. દુર્ઘટનાના દિવસે તેઓ તેમના ભાઈ અજય કુમાર સાથે એર ઈન્ડિયાની ફ્લાઇટથી અમદાવાદથી લંડન જવા નીકળ્યા હતા. વિમાન ટેકઓફ થયા પછી લગભગ 30 સેકેન્ડમાં જ અનિયંત્રિત થઈને મેઘાણીનગરમાં ક્રેશ થઈ ગયું હતું.
વિશ્વાસ કુમારની સીટ નંબર 11A હતી જ્યારે તેમના ભાઈ વિમાનની બીજી લાઈનમાં બેઠેલા. દુર્ભાગ્યવશ તેમના ભાઈ અજય કુમારનું આ દુર્ઘટનામાં મોત થયું છે. પરંતુ વિશ્વાસ કુમાર ચમત્કારિક રીતે જીવિત બચી ગયા. તેમણે કહ્યું, “ટેકઓફ બાદ જ એક મોટો અવાજ આવ્યો અને પ્લેન ધરાશાયી થઈ ગયું. બધું એટલું ઝડપી થયું કે કશું સમજાયું નહીં. એક ક્ષણે તો લાગ્યું કે હું મરી ગયો છું. પણ પછી આંખ ખુલી અને હું બહાર નીકળી શક્યો. મારી આસપાસ બધે મૃતદેહો હતાં.”
દુર્ઘટનાના તુરંત બાદ વિશ્વાસને ગંભીર ઇજાઓ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું સ્વાસ્થ્ય હવે સુધરતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.વિશ્વાસ કુમાર રમેશને ગત મોડી રાત્રે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ વિશ્વાસ કુમાર રમેશ તેના પરિવારજનો સાથે રવાના થઈ ગયો હતો. દુર્ઘટનાને લઈને દેશભરમાં શોકની લહેર ફેલાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હોસ્પિટલ જઈને વિશ્વાસ કુમારની મુલાકાત લીધી હતી.
વિશ્વાસના સ્વજનોએ તેમના બચાવને ભગવાનની કૃપા ગણાવી છે. દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને DGCA તથા અન્ય તપાસ એજન્સીઓ સંભવિત તકનિકી ખામી કે માનવીય ભૂલના કોણથી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો--- જે અગનગોળામાંથી વિશ્વાસ બચ્યો, તે જ ગોળાએ આકાશને ભરખ્યો
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.