રાજ્યમાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા, નલિયામાં 5.7 ડિગ્રી..
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે

રાજ્યમાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા, નલિયામાં 5.7 ડિગ્રી..

રાજ્યમાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા, નલિયામાં 5.7 ડિગ્રી..
રાજ્યમાં હવે ધીમે ધીમે કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઇ રહ્યો છે. ઠંડા સુસવાટાભર્યા ભવનના કારણે વાતાવરણ ઠંડુ બની ગયું છે. આજે કચ્છના નલિયામાં 5.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જ્યારે પોરબંદરમાં 10.9 ડિગ્રી ઠંડી અનુભવાઇ હતી. રાજ્યમાં કોલ્ડ વેવ ફરી વળતાં ઠંડીનું જોર વધ્યું છે.
રાજ્યમાં ઠંડીથી લોકો ઠુંઠવાઇ રહ્યા છે અને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડે તેવી સ્થિતી સર્જાઇ છે. કોલ્ડ વેવના કારણે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.9 ડિગ્રી રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહ્યું છે. રાજ્યમાં ખાસ કરીને સવારે અને મોડી સાંજ પછી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બપોરે પણ તડકો કુણો લાગે છે અને તડકાની ખાસ અસર અનુભવાતી નથી.
રાજ્યમાં અન્ય શહેરોમાં ઠંડીની અસર જોઇએ તો ડીસામાં 12.8, ગાંધીનગરમાં 14.1, વીવી નગરમાં 14.6, વડોદરામાં 13.8, ભુજમાં 11.2, નલિયામાં 5.7, અમરેલીમાં 11.7, ભાવનગરમાં 15.4, પોરબંદરમાં 10.9, રાજકોટમાં 10.8, સુરેન્દ્રનગરમાં 14, મહુવામાં 13.5, કેશોદમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. આજે પણ કચ્છ અને પોરબંદર જિલ્લામાં કોલ્ડ વેવ રહેશે. આગામી 5 દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય અને હવામાન શુષ્ક રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?