આણંદ નગરપાલિકાના કાઉન્સિલરે આચર્યું પરણિતા પર દુષ્કર્મ
આણંદના વોર્ડ નંબર-6ના કાઉન્સિલર દિપુ પ્રજાપતિ છે. જેમની સામે પરિણીતાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગતા દીપુ પ્રજા ...

કાઉન્સિલર બન્યો હવસખોર

કાઉન્સિલર બન્યો હવસખોર
આણંદ નગરપાલિકાના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. એક પરિણીત મહિલાએ કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ગંભીર આરોપ મૂક્યો છે. ઘરમાં ઘૂસીને કાઉન્સિલરે દુષ્કર્મ આચર્યું હોવાનો પીડિતાના આરોપથી આણંદમાં ચર્ચા વિષય બન્યો છે. સાથો સાથ આણંદ ટાઉન પોલીસ પર દુષ્કર્મની ફરિયાદ ન નોંધવાનો આરોપ કર્યો છે. પોલીસે ફરિયાદ દાખલ ન કરતા પીડિતાના પરિવારે હોબાળો મચાવ્યો છે
આણંદ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કાઉન્સિલરની એક કાળી કરતૂત સામે આવી છે. અહીંયા એક પરિણીતા તેના ઘરમાં સૂઈ રહી હતી. તે જ સમયે કાઉન્સિલર દિપુ પ્રજાપતિ ત્યાં આવે છે. જ્યાં તેણે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું. જેને લઈને ભારે હોબાળો થયો અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.
પોતાના જ મત વિસ્તારમાં રહેતી પરણિત મહિલા સાથે કાઉન્સિલરે દુષ્કર્મ આચર્યું જેને લઈને સોસાયટીમાં ભારે હોબાળો થઈ ગયો હતો. મહિલાનો પતિ તે જ સમયે ઘરે આવી જતા કાઉન્સિલરે મહિલાના પતિ પર હુમલો કર્યો હતો. જોકે પતિએ તે જ સમયે બૂમાબૂમ કરતા મામલો ઉગ્ર બન્યો જેથી આસપાસના લોકો ત્યાં આવી ચઢ્યા અને લોકોએ કાઉન્સિલરને માર માર્યો હતો.
સમગ્ર મામલો આણંદ ટાઉન પોલીસ મથકે પહોંચતા ચકચાર મચી જવા પામી છે. ભાજપ દ્વારા આણંદ નગરપાલિકાના વૉર્ડ નંબર 6 ના કાઉન્સિલર દિલીપ ઉર્ફે દિપુ પ્રજાપતિને ભાજપ પાર્ટીની ગરિમાને નુકસાન પહોંચાડવા તેમજ શિસ્ત ભંગ બદલ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચનાથી પાર્ટીના પ્રાથમિક સદસ્યપદ સહિતના તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે પીડિતાને પણ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી છે. બીજી તરફ દિલીપ ઉર્ફે દિપુ ગોરધન પ્રજાપતિની મુસીબતોમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ સમાજમાંથી તેનો બહિષ્કાર થઈ શકે છે. જોકે આ ઘટના હાલ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. જેમાં સૌ કોઈ હવે આ ઘટનાને લઈને વિચારમાં મુકાઈ ગયા છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ