મહેસાણામાં પાકિસ્તાની નાગરિકનું પાનકાર્ડ પણ નિકળ્યુ હોવાનો ખુલાસો
લોંગ ટર્મ વિઝા પર રહેતી પાકિસ્તાની શરણાર્થી મહિલાનું પાન કાર્ડ નિકળી ગયાનુ તપાસમાં ખુલ્યુ

It isarevealed that the PAN card of a Pakistani citizen has also been released in Mehsana

It isarevealed that the PAN card of a Pakistani citizen has also been released in Mehsana
મહેસાણા તાલુકાના લાખવડના સહકારનગરમાં રહેતા પાકિસ્તાની શરણાર્થી પરિવારની એક મહિલાના નામે પાન કાર્ડ નિકળ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ભુરીબેન ઠાકોર નામની પાકિસ્તાની શરણાર્થી મહિલાના નામે પાનકાર્ડ નિકળ્યુ હોવાનો આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યુ છે.
પાકિસ્તાની શરણાર્થી પરિવારના નામે આયુષ્યમાન કાર્ડ ઈસ્યુ થયાનો ખુલાસો થયા બાદ હાથ ધરેલી તપાસમાં તમામ વિગતો સામે આવી છે. લોંગ ટર્મ વિઝા પર રહેતા પાકિસ્તાની નાગરિકોના રેશનકાર્ડ, આધારકાર્ડ, આવકના દાખલા, આયુષ્યમાન કાર્ડ બાદ પાન કાર્ડ નિકળ્યા હતા.
આરોગ્ય વિભાગની તપાસમાં જાણવા મળ્યુ કે લોંગ ટર્મ વિઝા પર રહેતા પાકિસ્તાની પરિવારે વર્ષ 2021માં રેશનકાર્ડ કઢાવ્યુ હતુ. રેશનકાર્ડના આધારે આધારકાર્ડ અને આવકનો દાખલો કઢાવ્યો હતો. તેના આધારે 4 આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા.
આયુષ્યમાન કાર્ડથી પરિવારના સભ્ય ભુરીબેન ઠાકોરે ગર્ભાશયનું ઓપરેશન કરાવી વિનામૂલ્યે સારવારનો લાભ લીધો હતો.
આરોગ્ય વિભાગની તપાસમાં પાકિસ્તાની શરણાર્થી મહિલાના નામે પાન કાર્ડ નિકળ્યુ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ભુરીબેન ઠાકોરના નામે પાન કાર્ડ નીકળ્યું હોવાની વિગત સામે આવી છે. મહેસાણા મામલતદાર કચેરીએ પરિવારને રેશનકાર્ડ ઈસ્યુ કર્યુ હતુ.
જેના આધારે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ આવકનો દાખલો કાઢી આપ્યો હતો. જો કે, બે વર્ષ અગાઉ ચૂંટણી કાર્ડનો મામલો બહાર આવતાં પાકિસ્તાની પરિવારે રેશનકાર્ડ સરેન્ડર કરાવી દીધુ હતુ.
જિલ્લા આરોગ્ય અધિકારીએ શું કહ્યું ? :
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડિયાએ જણાવ્યુ કે, પાકિસ્તાની શરણાર્થી પરિવારના 4 આયુષ્યમાન કાર્ડ નિકળવાની જાણ થયા બાદ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી.
જેમાં રેશનકાર્ડ અને આવકના દાખલાના આધારે આયુષ્યમાન કાર્ડ નિકળ્યુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. હાલમાં 4 પાકિસ્તાની નાગરિકના આયુષ્યમાન કાર્ડ બંધ કરી અમારી વડી કચેરીને રિપોર્ટ મોકલી આપ્યો છે. જ્યારે અન્ય દસ્તાવેજ રદ કરવા માટે સંબંધિત વિભાગોને જાણ કરી છે.
મામલતદાર શું કહે છે ? :
મહેસાણા ગ્રામ્ય મામલતદાર ઉર્વિશ વાળંદે જણાવ્યુ કે, વર્ષ 2021માં પાકિસ્તાની શરણાર્થી પરિવારના ચૂંટણી કાર્ડ નિકળ્યા હતા. જે તે સમયે 10 લોકોના આધારકાર્ડ અને 6 લોકોના ચૂંટણી કાર્ડ નિકળ્યા હતા. ચૂંટણી કાર્ડ કાઢવા બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી કરી ઉપલી કચેરીને જાણ કરી હતી. આયુષ્યમાન કાર્ડ બાબતે આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યુ છે. અમારી કચેરીને હાલમાં તપાસની કોઈ સૂચના આપી નથી.
તાલુકા વિકાસ અધિકારી શું કહે છે ? :
મહેસાણા તાલુકા વિકાસ અધિકારી હરેશ ચૌધરીએ જણાવ્યુ કે, આવકનો દાખલો જે તે ગામના તલાટી પાસેથી નિકળતો હોય છે. જે તે સમયે ગામના તલાટીએ આવકનો દાખલો કાઢ્યો હોઈ શકે. ઓનલાઈન કામગીરી થતી હોવાથી ગ્રામ્ય વિસ્તારના અરજદારોને આવકનો દાખલો કઢાવવા માટે કચેરીમાં આવવું પડતુ નથી.
હાલમાં પાકિસ્તાની શરણાર્થી પરિવારના આવકના દાખલા બાબતે કોઈપણ તપાસ કરવાનો આદેશ કરાયો નથી.
કલેક્ટરે કોલ રિસિવ કરવાનું ટાળ્યું :
પાકિસ્તાની શરણાર્થી પરિવારોના બોગસ દસ્તાવેજ કાઢવા બાબતે મહેસાણા કલેક્ટર એમ.નાગરાજનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ફોન રિસિવ કરવાનું ટાળી ટેક્સ્ટ મેસેજથી જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવાનું કહ્યુ હતુ.
રેશનકાર્ડ, આધારકાર્ડ, આવકનો દાખલો અને પાન કાર્ડ કઢાવ્યુ :
આયુષ્માન કાર્ડ કઢાવવા માટે રેશનકાર્ડ, આધારકાર્ડ અને આવકના દાખલો જરૂરી હોય છે. લોંગ ટર્મ વિઝા પર રહેતા પાકિસ્તાની પરિવારે રેશન કાર્ડ, આધારકાર્ડ અને આવકના દાખલાના આધારે આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા.
ઠાકોર ધરમાભાઈ નાથુભાઈ, ઠાકોર ભુરીબેન ધરમુન, ઠાકોર મીનાકુમારી ધરમુન અને ઠાકોર મોહનલાલ ધરમુન નામના આયુષ્યમાન કાર્ડ નિકળ્યા હતા. હવે આરોગ્ય વિભાગની તપાસમાં હવે પાન કાર્ડ કઢાવ્યુ હોવાનો ખુલાસો થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત