રૂપાલના વરદાયીની મંદિરે આજે પલ્લીનો મેળો : ઘીની નદીઓ વહેશે
ભક્તોનું ઘોડાપુર ઉમટશેઃગ્રામજનોમાં ઉત્સાહ

રૂપાલની પલ્લી

રૂપાલની પલ્લી
ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિકસમા રૂપાલ વરદાયીની માતા મંદિરથી દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ પલ્લી નિકાળવામાં આવે છે ત્યારે ૧૧મી ઓકટોમ્બરે મધરાત્રે પલ્લીનો મેળો યોજાશે જેના માટે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
રૂપાલની પલ્લીમાં આઠ લાખ જેટલા ભક્તો આવતા હોવાને કારણે કલેક્ટરે આ બબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ વિવિધ વિભાગો અને મંદિરના ટ્રસ્ટી મંડળ સાથે બેઠકો શરૂ કરી દીધી હતી.
આ વખતે પણ દર વર્ષની જેમ સઘળી કામગીરી ગ્રામજનોએ સંભાળી દીધી છે. ત્યારે આ વખતે પલ્લીના મેળામાં આઠ લાખથી વધુ ભક્તો ઉમટશે તેવો અંદાજ લાગવવામાં આવ્યો છે તેમજ ગામના વિવિધ ચોક અને ચોરામાં ઘી રાખવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.તો આ ધાર્મિક કાર્યક્રમમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો -વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે. સાંજથી રૂપાલ ગામ તરફ જવાના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવશે.એસ.ટી.તંત્ર દ્વારા પણ પલ્લી મેળા માટે બસોનું વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ