Surat : પીવાનું પાણી બન્યું ઝેરી! પાણી પીધા બાદ 50 થી વધુ રત્નકલાકારો થયા બીમાર
રત્નકલાકારોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી...

રત્નકલાકારોના જીવન સાથે ચેડાં?

રત્નકલાકારોના જીવન સાથે ચેડાં?
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા અનભ જેમ્સ કંપનીમાં આજે ચકચારભર્યો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ, કંપનીમાં કામ કરતા 50 થી વધુ રત્નકલાકારો પાણી પીધા બાદ અચાનક બીમાર પડી ગયા હતા.
પ્રાથમિક તારણ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે, પીવાના પાણીમાં અનાજમાં નાખવામાં આવતી ઝેરી દવા મેળવાઈ ગઈ હતી.કંપનીના પાણીના ફિલ્ટરમાં આ દવા કેવી રીતે ભેળાઈ ગઈ, એ અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
બીમાર પડેલા તમામ કામદારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કંપનીના કામદારોને વોમિટિંગ, ચક્કર આવવા અને બેભાન થવાના લક્ષણો જણાયા હતા.
સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને પાણીના નમૂનાઓ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હજુ સુધી આ પગલાં પાછળ કોઈની દુર્ભાવનાપૂર્વકની હરકત હતી કે નહીં તે અંગે પોલીસ તપાસના પરિણામ બાદ સ્પષ્ટતા થશે. આ ઘટનાએ સુરતના ઉદ્યોગ ક્ષેત્રમાં ભય અને ચિંતા ફેલાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.