ગુજરાતમાં માવઠાંની મોકાણઃ 14 લોકો અને 26 પશુના મોત, 16 લોકો ઈજાગ્રસ્ત
ધૂળની ડમરી સાથે 168 તાલુકામાં કમોસમી વરસાદ ખાબકતાં અનેક સ્થળો ઉપર વ્યાપક નુકસાન

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરી સલામત સ્થળે રહેવા કરી અપીલ

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરી સલામત સ્થળે રહેવા કરી અપીલ
રાજ્યમાં સોમવારે મોડી સાંજે ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદ ખાબકતાં ભારે નુકસાન થયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ માવઠું થતાં મોકાણ સર્જી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યના 225 તાલુકામાંથી 168 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં 1 થી 40 મીમી વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતાં રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 26 પશુના મોત થયા છે અને 7 જેટલા મકાનોને નુકસાન થયુ છે.
સૌથી વધુ કપડવંજમાં 40 મીમી વરસાદ
સોમવારે મોડી સાંજે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવારે સવાર 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કપડવંજમાં 40 મીમી, ગાંધીનગરના માણસા અને ભાવનગરના સિહોરમાં 37 મીમી, મહેસાણાના જોટાણામાં 31 મીમી તેમજ વડોદરા શહેરમાં 30 મીમી વરસાદ થયો હતો.
168 તાલુકામાં કમોસમી વરસાદ
રાજ્યમાં થયેલા કમોસમી વરસાદની વાત કરીએ તો 73 તાલુકામાં 1 થી 5 મીમી, 42 તાલુકામાં 6 થી 10 મીમી, 20 તાલુકામાં 11 થી 15 મીમી, 15 તાલુકામાં 16 થી 20 મીમી, 10 તાલુકામાં 21 થી 25 મીમી, 14 તાલુકામાં 26 થી 30 મીમી, એક તાલુકામાં 31 મીમી, બે તાલુકામાં 37 મીમી અને એક તાલુકામાં 40 મીમી માવઠું થયુ છે.
રાજ્યમાં 14 લોકોના મોત
ભારે પવન અને ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના કારણે રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. આકાશી વીજળી પડવાથી 3, દિવાલ અને મકાન પડવાથી 3, ઝાડ પડવાથી 4, હોર્ડિંગ્સ પડવાથી 2 અને વીજ કરંટ લાગવાથી 2 લોકોના મોત થયા છે. સૌથી 4 મોત ખેડા જિલ્લામાં નોંધાયા છે. વડોદરા શહેરમાં 3, અરવલ્લી અને દાહોદમાં 2-2, અમદાવાદના વિરમગામ અને દસક્રોઇમાં 1-1 તેમજ આણંદમાં 1 વ્યક્તિનું મોત થયુ છે.
26 પશુના મોત અને 16 લોકો ઈજાગ્રસ્ત
રાજ્યમાં કમોસમી વરસાદમાં 26 પશુના મોત થયા છે. જેમાં સૌથી વધુ પંચમહાલમાં 9, મહેસાણામાં 7, બનાસકાંઠામાં 3, મહીસાગરમાં 2 તેમજ આણંદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 1-1 પશુના મોત થયા છે. જ્યારે પંચમહાલમાં 6, ખેડા અને દાહોદમાં 3-3 તેમજ અરવલ્લી અને આણંદમાં 2-2 મળી 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પંચમહાલ જિલ્લામાં 6 અને ખેડા જિલ્લામાં 1 મકાનને નુકસાન થયુ છે.
આગામી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ચાર દિવસ બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. વરસાદ થવાના કારણે ચાર દિવસ સુધી તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. 6 થી 9 મે દરમિયાન પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, બોટાદ, દીવમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
આગામી ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ અપાયું
6 મેના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી અને કચ્છ, 7 મેના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, રાજકોટ, મોરબી, કચ્છ તેમજ 8 મેના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે.
લોકોને સાવચેત રહેવા સરકારની અપીલ
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા અપીલ કરી છે. આ ઉપરાંત ખેડૂતોને તકેદારી રાખવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. ખેતરમાં પડેલો પાક ન પલળે તે માટે સાવચેતી રાખવાની સૂચના આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.