મહેસાણા જિલ્લાના વિસનગરમાં પરંપરાગત રીતે ખાસડા ધુળેટીની ઉજવણી
યુવાનોના જૂથ એકબીજાને હવે ખાસડાના બદલે શાકભાજી મારીને કરે છે ઉજવણી

હવે ખાસડાં નહી શાકભાજી મારીને કરે છે ઉજવણી

હવે ખાસડાં નહી શાકભાજી મારીને કરે છે ઉજવણી
સમગ્ર દેશમાં ધુળેટીના પર્વની અલગ અલગ પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે એકબીજા પર રંગો છાંટીને ધુળેટીનાં પર્વની ઉજવણી થતી હોય છે. પરંતુ મહેસાણા જિલ્લાનાં વિસનગરમાં ધુળેટીની ઉજવણી કરવાની પરંપરા કંઈક અલગ છે.
વિસનગરના ચોક્સી બજારમાં એકઠાં થઈને યુવાનો ખાસડા ધુળેટીનાં પર્વનો આનંદ મેળવે છે. અગાઉ ખાસડાં (જૂના જૂતાં) એકબીજાને મારીને યુવાનો ખાસડા યુધ્ધ ખેલતાં હતાં. પરંતુ હવે ખાસડા નહી મળતાં હોવાથી એકબીજા પર સડેલા શાકભાજીનો મારો ચલાવીને ખાસડા યુધ્ધનો આનંદ માણે છે. ચોક્સી બજારમાં રંગ ભરેલી માટલીઓ રાખીને તેને વચ્ચેનાં ભાગે બાંધવામાં આવે છે. તે માટલીને ફોડવાનો પ્રયાસ કરી યુવાનો આનંદ માણે છે.
ત્યારબાદ ખજૂર ભરેલી માટલી બાંધવામાં આવે છે. માટલીમાં રહેલી ખજૂરને મેળવવા દરેક જૂથનાં યુવાનો પ્રયાસ કરે છે. જ્યારે સામેનાં જૂથ તેમનાં પ્રયાસને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરે છે. તેવાં સમયે ચોક્સી બજારમાં રીતસરનો યુદ્ધ જેવો માહોલ સર્જાય છે. સવારનાં સમયે શરૂ થતું ખાસડા યુદ્ધ છેક બપોર સુધી ચાલે છે. વર્ષમાં એક વખત આવતી ખાસડા ધુળેટીનાં પર્વનો યુવાનો મનભરીને આનંદ મેળવે છે.
વિસનગરના નિમેષભાઈ શાહ જણાવે છે કે, એક દંતકથા પ્રમાણે ધૂળેટીનાં પર્વ નિમિત્તે મહારાષ્ટ્રમાં ખાસડા યુદ્ધ કરવાની પરંપરા હતી. 300 વર્ષ પહેલાં મહારાષ્ટ્રની પરંપરા ઉત્તર ગુજરાતનાં વિસનગરમાં પણ શરૂ થઈ હતી. ત્યારથી વિસનગરમાં ધુળેટીનાં દિવસે ખાસડા યુદ્ધ કરવાની પરંપરા ચાલી રહી છે. હવે ખાસડાં નહી મળતાં હોવાથી ખાસડાંનાં સ્થાને શાકભાજી યુદ્ધ શરૂ થઈ ગયું છે.
જે વ્યક્તિને ખાસડું લાગે તેનું વર્ષ સારૂ જતું હોવાની માન્યતાએ દરેક યુવાન એક વખત ખાસડું અથવા શાકભાજી સામી છાતીએ જઈને ઝીલવાનો પ્રયાસ કરે છે. ખાસડા યુદ્ધની પરંપરામાં દરેક જ્ઞાતિનાં યુવાનો ઉત્સાહપૂર્વક જોડાય છે. તેમ છતાં કોઈપણ પ્રકારનાં ઝઘડાં વગર દરેક જ્ઞાતિનાં યુવાનો ખાસડાં ધુળેટીનો આનંદ માણે છે.
વિસનગરના પરેશભાઈ પટેલે જણાવ્યુ કે, ખાસડા ધુળેટીની ઉજવણી સમયે યુવાનોનાં બે જૂથ પાડવામાં આવે છે. બજારમાં વચ્ચે ખજૂરનું વાઢીયું લગાવવામાં આવે છે. ખજૂરનું વાઢીયું મેળવવા યુવાનોના જૂથ પ્રયાસ કરે છે. અગાઉ જૂતાં મારવામાં આવતાં હતાં. હવે જૂતાં મળતાં નહી હોવાથી શાકભાજી મારવામાં આવે છે. વડીલોની માન્યતા પ્રમાણે જેને જૂતું વાગે તેનું વર્ષ સારૂ જાય છે. તેથી દરેક યુવાન જૂતું ખાવા તૈયાર હોય છે. દરેક જ્ઞાતિનાં યુવાનો ભેગા મળી ખાસડા યુદ્ધ ખેલે છે. તેનાં કારણે ગામમાં સદભાવ રહે છે. એકતા જળવાઈ રહે છે અને ખાસડા ધુળેટીનો આનંદ માણે છે.
અતુલભાઈ પટેલ જણાવે છે કે, જૂની માન્યતા છે કે, પહેલાં લોકો એક વર્ષથી જૂના ખાસડા ભેગા કરી રાખતાં હતાં અને હોળીનાં બીજા દિવસે એટલે કે ધુળેટીનાં દિવસે ભેગા મળીને ખાસડા યુધ્ધ ખેલતાં હતાં. ખાસડા યુધ્ધ દરમિયાન કોઈને ખાસડું વાગે તો તેને શુકન માનવામાં આવે છે. ખાસડું વાગવાથી લોહી નીકળે તો દવાનાં બદલે કેસર લગાવવામાં આવે છે.
દરેક જ્ઞાતિનાં લોકો ભેગા મળીને ખાસડા યુદ્ધ ખેલે છે. આજદિન સુધી કોઈ તોફાન કે ઝઘડો થયો નથી. જે વિસનગરની એક વિશેષતા છે. ખાસડા યુદ્ધમાં વિજય મળવાથી જે તે જૂથનું વર્ષ સારૂ જવાની તેમજ વિસનગર શહેરની સમૃધ્ધિ વધે તેવી માન્યતા છે.
હોળી-ધુળેટીનાં તહેવારની રંગોનાં તહેવાર તરીકે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે. પરંતુ વિસનગરમાં રંગોની સાથે સાથે દરેક જ્ઞાતિનાં યુવાનો ખાસડા યુદ્ધ ખેલી ધુળેટીનાં તહેવારની અનોખી રીતે ઉજવણી કરે છે. તેથી વિસનગરની ધુળેટી રંગોની માફક કોમી-એકતાની ધુળેટી તરીકે પ્રખ્યાત બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.