લો બોલો...હવે સરકારી પ્રાથમિક શાળાઓમાં આઉટ સોર્સિંગથી શિક્ષકની ભરતી કરાશે
ગ્રેજ્યુએટ અને બીએડની લાયકાત ધરાવનારને માસિક 21 હજાર રૂપિયાનું મહેનતાણું ચુકવાશે

હવે સરકારી પ્રાથમિક શાળાઓમાં આઉટ સોર્સિંગથી શિક્ષકની ભરતી કરાશે

હવે સરકારી પ્રાથમિક શાળાઓમાં આઉટ સોર્સિંગથી શિક્ષકની ભરતી કરાશે
રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર માઠી અસર થઈ રહી છે. હજારો બેરોજગાર યુવાનો નોકરીની રાહમાં હોવા છતાં સરકાર દ્વારા ભરતી કરાતી નથી. તેવા સમયે રાજ્યની ભાજપ સરકારના શિક્ષણ વિભાગે અન્ય વિભાગોની માફક સરકારી પ્રાથમિક શાળાઓમાં આઉટ સોર્સિંગ શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા છે.
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાની ઢીલી નીતિ સામે હવે આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. ગ્રેજ્યુએટ અને બીએડની લાયકાત ધરાવતાં ઉમેદવારોને 21 હજાર રૂપિયા મહેનતાણું આપવામાં આવશે.
શિક્ષણ વિભાગના નવા ઠરાવ મુજબ પ્રાથમિક શાળાઓમાં ‘શાળા સહાયક’ની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે તે માટે આઉટ સોર્સિંગથી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરના જાણકાર માનવ બળ ઉપલબ્ધ કરાવવાના હેતુથી 'શાળા સહાયક' તરીકે ખાનગી એજન્સીના માધ્યમથી આઉટ સોર્સિંગથી શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
લાયકાત ધરાવતા અને માનદ વેતનથી કામગીરી કરી શકે 'શાળા સહાયક' આઉટસોર્સિંગ એજન્સીએ પૂરા પાડવાના રહેશે. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લાવાઇઝ એજન્સી નક્કી કરી ભરતી પ્રક્રિયા અંગે સૂચના આપવામાં આવશે.
'શાળા સહાયક' સાથેનો કરાર આઉટ સોર્સિંગ એજન્સી કરશે. એજન્સી દ્વારા ફાળવાયેલા ઉમેદવારોની વર્ષના અંતે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને તે ક્લસ્ટરના સીઆરસી (CRC) મારફતે સમીક્ષા કરવામાં આવશે. કામગીરી સંતોષકારક હોય તો તે મુજબનું પ્રમાણપત્ર આપવામાં આવશે. રાજ્યની સરકારી પ્રાથમિક પગાર-કેન્દ્ર શાળાઓમાં 'શાળા સહાયક' ની ફાળવણી કરવામાં આવશે. છૂટા કરેલા 'શાળા સહાયક' ને અન્ય પગાર-કેન્દ્ર શાળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારી ફાળવણી કરીને એજન્સીને જાણ કરશે. 'શાળા સહાયક' ને માસિક 21 હજાર પગાર આપવામાં આવશે અને તેમનો 11 માસનો કરાર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.