અમદાવાદ-બાવળા-બગોદરા હાઇવે પર જતાં પહેલાં આટલું વાંચી લેજો
આ મામલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું

આ મામલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું

આ મામલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું
અમદાવાદ-બાવળા-બગોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચેઇનેજ 115+250 થી 117+300 વચ્ચે ભોગાવો નદી પર આવેલ ભોગાવો બ્રિજ પ્રતિબંધીત જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. વાહન ચાલકોને વૈકલ્પિક રુટમાં રાજકોટથી અમદાવાદ આવતા નવા ભોગાવો બ્રિજ પર જવા જણાવાયું છે.
આ સાથે આ જાહેરનામામાં ડાયવર્ઝન આપેલ માર્ગ પર તમામ વાહનોને ઓવરટેક કરવાની મનાઇ ફરમાવાઇ છે અને આ ડાયવર્જન માર્ગ પર ભારે વાહનો ડાબી સાઇડ તો નાના લાઇટ વાહનો જમણી બાજુએ ચલાવવા જણાવાયું છે. ઉપરાંત જાહેરનામુ અમલમાં રહે ત્યાં સુધી માર્ગમાં કોઇ પણ જગ્યાએ વાહન રોડ પર ઉભુ રાખી શકાશે નહી
જાહેરનામા મુજબ અમદાવાદ-બાવળા-બગોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચેઇનેજ 115+250 થી 117+300 વચ્ચે ભોગાવો નદી પર આવેલ ભોગાવો બ્રિજ અંદાજે 1975માં બનાવાયો છે. આ બ્રિજ બિસ્માર હાલતમાં છે જેથી તેની પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધિત કરવા જણાવાયેલું છે.
અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 47માં અમદાવાદ થી રાજકોટ જતા ભોગાવો નદી પર નવીન બ્રિજની એપ્રોચની કામગિરી પ્રગતિ હેઠળ છે અને ઇજારદાર દ્વારા 20 જુલાઇ 2025 સુધીમાં પુર્ણ કરાશે તેમ જણાવાયું છે આ એપ્રોચની કામગિરીમાં ટ્રાફિકનું વહન એક જ લેનમાં કરવાનું હોઇ તેમજ એપ્રોચનું માટીકામ વરસાદી ઋતું હોવાથી ટ્રાફિક પર પડવાની શક્યતા છે. જેથી ચોમાસામાં કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે 13 જુલાઇથી 31 જુલાઇના 19 દિવસ માટે આ પ્રતિબંધીત જાહેરનામું પ્રસિદ્ધ કરવાની દરખાસ્ત કરાઇ છે.
આ પણ વાંચો---
ગંભીરા બ્રિજ દૂર્ઘટના, નરસિંહપુરાનો વિક્રમ ક્યાં..? કોઇની પાસે જવાબ નથી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!