ગંભીરા બ્રિજ દૂર્ઘટના, નરસિંહપુરાનો વિક્રમ ક્યાં..? કોઇની પાસે જવાબ નથી
તંત્ર દ્વારા ચોથા દિવસે પણ રેસ્ક્યુ કરવાની સાથે કાટમાળ ખસેડવાની કાર્યવાહી

તંત્ર દ્વારા ચોથા દિવસે પણ રેસ્ક્યુ કરવાની સાથે કાટમાળ ખસેડવાની કાર્યવાહી

તંત્ર દ્વારા ચોથા દિવસે પણ રેસ્ક્યુ કરવાની સાથે કાટમાળ ખસેડવાની કાર્યવાહી
વડોદરા પાસે ગંભીરા બ્રિજ તૂટી પડ્યાના ચોથા દિવસે પણ વિક્રમ નામના 22 વર્ષના યુવકનો કોઇ પતો મળ્યો નથી. તંત્ર દ્વારા ચોથા દિવસે પણ રેસ્ક્યુ કરવાની સાથે કાટમાળ ખસેડવાની કાર્યવાહી કરાઇ રહી છે પણ વિક્રમનો પતો મળ્યો નથી. પાણીના વહેણમાં બાઇક સાથે ધસી પડેલો વિક્રમ ક્યાં છે તેની તેના સ્વજનો પણ તપાસ કરી રહ્યા છે.
જ્યાં રેસ્ક્યું ઓપરેશન ચાલી રહ્યું છે તે સ્થળે નરસિંહપુરાના વિક્રમના સ્વજનો પણ હાજર છે . તેઓ ચાર દિવસથી સતત આ સ્થળે બેસી રહ્યા છે અને વિક્રમની ભાળ મળે તે માટે ચિંતાતુર બનીને પ્રાર્થના કરી રહ્યા છે. ઘટનાના દિવસે નરસિંહપુરાનો વિક્રમ તેના મામાના દિકરાને બાઇક પર બેસાડીને ઘેર મુકવા જઇ રહ્યો હતો ત્યારે જ બ્રિજ તૂટતાં તે પણ નદીમાં ગરકાવ થઇ ગયો હતો.
એક તરફ આ ઘટના બાદ તપાસ કમિટીની ટીમોનો સર્વે ચાલી રહ્યો છે. મુખ્યમંત્રીની તપાસ સમિતિની ટીમ, RTO, FSL સહિતની ટીમો તપાસ કરી રહી છે. પોલીસ પણ પોતાની રીતે રેસ્કયુ વર્કની કામગિરી અને તપાસ ની કામગિરી કરી રહી છે. બ્રિજની ડેન્સિટી અને સ્લેબનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ વડોદરા બ્રિજ દુર્ઘટનાના ચોથા દિવસે શનિવારે પણ મૃતકોને શોધવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઓપરેશન વહેલી સવારથીજ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૨૦ વ્યક્તિઓના મૃતદેહ મળ્યા છે. જ્યારે નરસિંહપૂરા ગામના ૨૨ વર્ષીય વિક્રમ નામના યુવાનની શોધખોળ ચાલુ છે.
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે મુજપુર પાસેથી મહી નદીના પ્રવાહની સ્થિતિ એવી છે કે તે બન્ને દિશામાં વહે છે. ભરતીના સમયે પાણીનો પ્રવાહ વહેરા ખાડી તરફ જાય છે અને ઓટના સમયે સમુદ્ર તરફ પ્રવાહ વહે છે. તેના કારણે ઉપરવાસ અને હેઠવાસ, એમ બંને દિશામાં વિક્રમની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ સાથે બ્રિજનો કાટમાળ અને વાહનોનો કાટમાળ ખસેડવાની કાર્યવાહી પણ કરાઇ રહી છે.આ કાટમાળની નીચે હજું પણ કોઇ ફસાયેલું છે કે કેમ તેની તપાસ કરાઇ રહી છે
આ પણ વાંચો---
12 જૂન..સમાચારોની દુનિયા..ઘડિયાળનો કાંટો ફર્યો...હજું પણ અમે સ્તબ્ધ છીએ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!