UCC ની નવી કમિટી બનાવવા મુખ્યમંત્રીને નોટીસ
સુરતના એક વેપારી વહાબ સોપારીવાલાએ તેમના વકીલ મારફતે રાજ્યના મુખ્યમંત્રીને UCC 5 સભ્યની સમિતિમાં લઘુમતી જૂથના કોઈપણ સભ્યનો સમાવેશ ન કરવા બદલ નોટિસ પાઠ ...

UCC ની નવી કમિટી માટે CMને નોટિસ

UCC ની નવી કમિટી માટે CMને નોટિસ
સુરતના એક વેપારી વહાબ સોપારીવાલાએ તેમના વકીલ મારફતે રાજ્યના મુખ્યમંત્રીને UCC 5 સભ્યની સમિતિમાં લઘુમતી જૂથના કોઈપણ સભ્યનો સમાવેશ ન કરવા બદલ નોટિસ પાઠવી હતી. જો લઘુમતી જૂથોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં નહીં આવે તો વહાબ સોપારીવાલા હાઈકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને નોટિસ આપી યુનિફોર્મ સિવીલ કોડ માટેની નવી કમિટી બનાવાની માગ કરી છે જેમાં લઘુમતિઓને પણ સ્થાન આપવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે.
તેમણે નોટિસમાં જણાવ્યું છે કે ગત 4 ફેબ્રુઆરીએ રાજ્ય સરકારે 5 રંજના દેસાઇના અધ્યક્ષપદે પાંચ સભ્યોની કમિટીની યુસીસી માટે રચના કરી છે જેમાં સીએલ મીણા, આર.સી.કોડેકર , દક્ષેશ ઠક્કર અને ગીતા શ્રોફનો સમાવેશ થાય છે. તેમણે પત્રમાં કહ્યું કે પારસી, ખ્રીસ્તી, મુસ્લિમ, જૈન અને બુદ્ધીસ્ટ ગુજરાતમાં મુખ્ય લઘુમતિ સમુદાયમાં આવે છે. પરંતુ યુનિફોર્મ સિવીલ કોડની કમિટીમાં તેમને સ્થાન મળ્યું નથી.
દરેક લઘુમતિ સમુદાયને પુરતું સ્થાન મળે તે માટે તેમને કમિટીમાં સમાવેશ કરવામં આવે તે જરુરી છે જેથી યુસીસીની નવી કમિટીની રચના આવે જેમાં મહત્વના લઘુમતિ સમુદાયને પણ સ્થાન મળે. સાત દિવસમાં તેમણે નવી કમિટીની રચના કરવા જણાવ્યું છે નહીંતર વેપારી અબ્દુલ વહાબ મોહમંદ સોપારીવાલા કાયદાકીય કાર્યવાહી કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.