સુરતમાં આહલાદક દ્રષ્યો, ધુમ્મસ નીચે ઉતર્યું
રાત્રીનો પારો 1 ડિગ્રી ઘટયો, વહેલી સવારે હળવી ઠંડી અનુભવાઈ

રાત્રીનો પારો 1 ડિગ્રી ઘટયો, વહેલી સવારે હળવી ઠંડી અનુભવાઈ

રાત્રીનો પારો 1 ડિગ્રી ઘટયો, વહેલી સવારે હળવી ઠંડી અનુભવાઈ
સુરતમાં ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં રાત્રીનું તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાત્રીનો પારો હજુ બે ડિગ્રી સુધી ઘટી શકે છે. ત્યારે આજે રીત સર સુરતમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. ધુમ્મસની ઉપર બિલ્ડીંગો દેખાઈ રહી હતી. જાણે કે ધુમ્મસ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી બીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે. છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ફેબ્રુઆરીની બીજી તારીખે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીને પગલે વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી શકે છે. દરમિયાન સુરતનું મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
સુરતમાં રાત્રીનો પારો 1.1 ડિગ્રી ઘટયો છે, જ્યારે વહેલી સવારે હળવી ઠંડી અનુભવાઈ છે અને બે દિવસ રાત્રીનો પારો હજુ બે ડિગ્રી સુધી ઘટી શકે છે. ત્યારે આજે વહેલી સવારથી જ સુરતમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. ધુમ્મસ જાણે સુરતના રસ્તા ઉપર ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ધુમમ્સની ઉપર બિલ્ડીંગો પણ દેખાઈ રહી હોય તેવા દ્રશ્યો પણ લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા. ધુમ્મસના પગલે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાઈ ગયો હતો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહ્યું હતું. જ્યારે ઉત્તર દિશાના પ્રતિકલાક 6 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાયા હતા. દક્ષિણ ગુજરાતમાં ડાંગનું મહત્તમ તાપમાન સૌથી ઊંચું નોંધાયું હતું. નવસારી અને વલસાડમાં માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતિત થઈ ઊઠ્યાં છે. આ ઉપરાંત ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતાં આગામી દિવસમાં ઠંડીનું જોર વધશે. સુરતની વાત કરીએ તો રાત્રીનો પારો 2 ડિગ્રી સુધી ઘટી શકે છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.