શાળા પ્રવાસને લઈ નવી ગાઈડલાઈન,રાજ્ય સરકાર 3 દિવસમાં કરશે જાહેરાત
હરણીકાંડ બાદ શાળા પ્રવાસ માટે બની નવી ગાઈડલાઈન

ભુલકાના પ્રવાસ માટે નવી ગાઈડલાઈન

ભુલકાના પ્રવાસ માટે નવી ગાઈડલાઈન
વડોદરામાં હરણી બોટકાંડમાં અનેક બાળકો મોતને ભેટ્યાં હતાં. જેને લઈને સરકાર દ્વારા તમામ શાળાઓને બાળકોને પ્રવાસ લઈ જવાની મંજૂરી આપવાની બંધ કરી દીધી હતી. આ સાથે આદેશ કરવામાં આવ્યો હતો કે, નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી કોઈપણ શાળાએ પ્રવાસનું આયોજન કરવું નહીં. જોકે, હવે દિવાળીનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે અને દિવાળી બાદ શાળામાં બાળકોને સર્વાંગી શિક્ષણના ભાગરૂપે પ્રવાસ યોજાતો હોય છે. ત્યારે શિક્ષણ વિભાગને પ્રવાસ માટે અનેક શાળામાંથી મંજૂરી માટેની અરજી કરવામાં આવી હતી. જેને લઈ હવે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઈડલાઈન બનાવી સરકારને સોંપવામાં આવી છે.
શિક્ષણ વિભાગે બાળકોના હિતને ધ્યાનમાં રાખીને પ્રવાસની મંજૂરી આપવા માટેની નવી ગાઈડલાઈન બનાવવામાં આવી છે. જેમાં શાળાએ પ્રવાસ દરમિયાન કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા આ ગાઈડલાઈન પર વિચાર-વિમર્શ આગામી 3 દિવસમાં ગાઈડલાઈન જાહેર કરી શકે છે.
રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે, તેમાં બાળકોની સુરક્ષાને લઈને શિક્ષકો અને શાળાની જવાબદારીમાં વધારો કરવામાં આવી શકે છે. આ સિવાય જો કોઈ શાળા આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. ગાઈડલાઈન બહાર પાડ્યા બાદ પણ શિક્ષણ વિભાગમાં ડીઈઓની લેખિત મંજૂરી વિના કોઈપણ શાળા પ્રવાસનું આયોજન કરી શકશે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ