ભારત-જર્મની સંબંધોમાં નવો અધ્યાય: મોદી-મેર્ઝ બેઠક
અમદાવાદમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે સબમરીન સોદા અને સંરક્ષણ મુદ્દે થશે ચર્ચા

પીએમ મોદી અને ફ્રેડરિક મેર્ઝ મુલાકાત

પીએમ મોદી અને ફ્રેડરિક મેર્ઝ મુલાકાત
ભારત અને જર્મની વચ્ચેના રાજદ્વારી સંબંધો સોમવારે એક નવી ઊંચાઈ પર પહોંચી શકે છે. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ બે દિવસીય ભારત મુલાકાતના ભાગરૂપે અમદાવાદ આવી પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે, જેમાં સંરક્ષણ, અત્યાધુનિક ટેકનોલોજી અને આર્થિક રોકાણ જેવા મહત્વના મુદ્દાઓ પર ગહન ચર્ચા થવાની શક્યતા છે.
સબમરીન સોદો: ભારતીય નૌકાદળની વધશે તાકાત
આ મુલાકાતનો સૌથી મહત્વનો મુદ્દો ભારતીય નૌકાદળ માટે 6 નવી અત્યાધુનિક સબમરીન ખરીદવાનો પ્રસ્તાવ છે. અંદાજે 52,500 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં જર્મનીની થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ અને ભારતની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી થઈ શકે છે. આ કરાર સફળ થવાથી ભારતને જર્મનીની શ્રેષ્ઠ ટેકનોલોજી મળશે અને હિંદ મહાસાગરમાં ભારતની સુરક્ષા ક્ષમતા અનેકગણી વધી જશે.
સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારી :
વૈશ્વિક અસ્થિરતાના આ સમયમાં ભારત અને જર્મની બંને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા ઉત્સુક છે. ચાન્સેલર બન્યા બાદ મેર્ઝની આ પ્રથમ એશિયા મુલાકાત છે, જે ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠાનો પુરાવો છે. આ બેઠકમાં મેક ઈન ઈન્ડિયા અંતર્ગત સંરક્ષણ ઉત્પાદન વધારવા અને વેપાર સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે.
વૈશ્વિક મુદ્દાઓ પર મંથન :
પીએમ મોદી અને ચાન્સેલર મેર્ઝ વચ્ચેની આ મુલાકાત માત્ર દ્વિપક્ષીય સંબંધો પૂરતી સીમિત નહીં રહે. બંને નેતાઓ યુક્રેન કટોકટી, વૈશ્વિક સુરક્ષાના પડકારો અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સર્જાયેલી અસ્થિરતા અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે.
સાંસ્કૃતિક મુલાકાત :
રાજકીય ચર્ચાઓની સાથે જર્મન ચાન્સેલર સાબરમતી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પશે. આ ઉપરાંત, તેઓ અમદાવાદમાં કાઈટ ફેસ્ટિવલ અને કૌશલ્ય વિકાસના કાર્યક્રમોમાં પણ હાજરી આપી ભારતીય સંસ્કૃતિનો અનુભવ કરશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.