ગૂજરાત વિદ્યાપીઠમાં યોજાશે એનસીટીઈની વેસ્ટર્ન ઝોનની નેશનલ કોનક્લેવ
પશ્ચિમ ભારતના ૭ રાજ્યોના ૨૫૦ થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે

એનસીટીઈની વેસ્ટર્ન ઝોનની નેશનલ કોનક્લેવનું આયોજન

એનસીટીઈની વેસ્ટર્ન ઝોનની નેશનલ કોનક્લેવનું આયોજન
ગૂજરાત વિદ્યાપીઠમાં આગામી તા.૨૭-૨૮ માર્ચે રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષા પરિષદ, ભારત સરકાર અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે વેસ્ટર્ન ઝોનની નેશનલ કોનક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કાર્યશાળાનું ઉદ્ઘાટન રાજ્યના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને અને એનસીટીઈના ચેરમેન પ્રોફેસર પંકજ અરોરા , ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં કરવામા આવશે.
આ કાર્યશાળામાં પશ્ચિમ ભારતના ૭ રાજ્યોના ૨૫૦ થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે .જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,ગોવા , છત્તીસગઢ, દીવ-દમણ -દાદરા નગર હવેલી સહિતના પ્રદેશોનો સમાવેશ થાય છે. વેસ્ટર્ન રીજીયન કમિટીના અધ્યક્ષ સહિત , રાષ્ટ્રીય સ્તરના અધિકારીઓ, વરિષ્ઠ પ્રતિનિધિઓ, કુલપતિઓ, રાજ્ય કક્ષાના અધિકારીઓ, શિક્ષણ વિભાગના અધ્યક્ષ, બી એડ કોલેજના આચાર્યો, અધ્યાપકો, શિક્ષકો , સંશોધકો ઉપસ્થિત રહેશે.
સમાપન સમારોહ પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના અધ્યક્ષસ્થાને અને સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી રમાશંકર દૂબે , આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ શ્રી અમીબેન ઉપાધ્યાયની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે.આ આયોજન મુદ્દે શિક્ષણ વિધ્યશાખાના અધ્યક્ષ પ્રો. દીપૂબા દેવડાએ જણાવ્યું કે, " ટ્રાન્સફોર્મિગ ટીચર એજ્યુકેશન ટોવર્ડ્સ વિકસિત ભારત ૨૦૪૭ " વિષય આધારિત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના અમલીકરણ અંતર્ગત ૬ સત્રોમાં ચર્ચા થશે. જેમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના ભાગરૂપે ચાર વર્ષીય અભ્યાસક્રમ ઉપરાંત બી.એડ, એમ. એડ માં આગામી સમયમાં થનારા ફેરફાર અને તેની અસર પર ચર્ચા થશે. એનએમએમ અને એનપીએસટીના અમલીકરણ બાબતે સમીક્ષા થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.