Navsari : હનુમાન જયંતીના મહાપ્રસાદથી ફૂડ પોઈઝનિંગ, આરોગ્ય વિભાગ દોડતું થયું
100 થી વધુ લોકો બીમાર, 80 બાળકોની હાલત બગડી, કેટરિંગનાં સેમ્પલ લેવાયાં...

સારવાર બાદ તમામ લોકોને હોસ્પિટલમાંથી રજા આપી...

સારવાર બાદ તમામ લોકોને હોસ્પિટલમાંથી રજા આપી...
ગુજરાતના નવસારી જિલ્લાના મટવાડા અને સામાપોર ગામમાં હનુમાન જયંતિના દિવસે વહેંચવામાં આવેલા પ્રસાદને લીધે 100 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર જોવા મળી હતી. આ ઘટનામાં ઝાડા, ઉલટી અને માથાના દુખાવાની ફરિયાદ નોંધાઈ હતી. જો કે, સદનસીબે કોઈને ગંભીર અસર થઈ ન હતી અને સારવાર બાદ તમામ લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, સામાપોર અને મટવાડા ગામના લોકોએ સાથે મળીને હનુમાન જયંતિ નિમિત્તે ભંડારાનું આયોજન કર્યું હતું. બજરંગબલીના દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. પરંતુ, શનિવાર (12 એપ્રિલ)ની મોડી રાતથી અચાનક 100 થી વધુ લોકોને પેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા જેવી તકલીફો થવા લાગી હતી. જેના કારણે આ તમામ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ ફૂડ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ભંડારામાં પ્રસાદ તરીકે પીરસવામાં આવેલી છાશ અને કેરીના રસ શંકાના દાયરામાં છે. ફૂડ વિભાગ દ્વારા આ બંને ખાદ્ય સામગ્રીના નમૂના (સેમ્પલ) લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ ફૂડ પોઇઝનિંગની ઘટનામાં સૌથી વધુ અસર બાળકોને થઈ હતી. જો કે, તુરંત જ તેમને તબીબી સારવાર આપવામાં આવતા તેમની તબિયત સુધારા પર છે અને હાલમાં તમામ બાળકો સુરક્ષિત છે. આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાની માહિતી મળતાની સાથે જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી પગલાં લીધા હતા. હાલમાં ફૂડ વિભાગ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે, જેના આધારે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.