રાષ્ટ્રીય ધોરી માર્ગો પર વાહન હંકારવું બન્યું મોંઘુ : ટોલટેક્સમાં 5 થી 15 ટકાનો વધારો
નવો ભાવ વધારો આજથી અમલી : ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં ચીજવસ્તુઓના ભાવ વધશે

નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા લેવાયો નિર્ણય

નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા લેવાયો નિર્ણય
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાત સહિત દેશભરમાં આજથી ટોલટેક્સમાં 5 થી 15 ટકાનો વધારો ઝીંકાયો છે. અત્યાર સુધી તોતિંગ ટોલટેક્સ ઉઘરાવતાં હોવા છતાં તેમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરાયો નથી. તેવામાં 1 એપ્રિલથી અમલમાં આવે તે રીતે ટોલ ટેક્સમાં 5 થી 40 રૂપિયાનો વધારો કરાયો છે. અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કારચાલકોએ રૂપિયા 135 ના બદલે 140 ટોલટેક્સ ચુકવવો પડશે. અમદાવાદ-વડોદરા રિટર્નનો ટોલટેક્સ કારચાલક માટે 205ના બદલે 215 રૂપિયા કરાયો છે. જ્યારે પિકઅપ વાન માટે 220 ના બદલે 230 રૂપિયા કરાયો છે. બસ અને ટ્રકના 465ના બદલે 480 રૂપિયા ચુકવવા પડશે.
નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલટેક્સમાં રૂપિયા 5થી 40 સુધીનો વધારો ઝીંકાયો છે. આ ભાવવધારો આજથી લાગુ કરાયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વાહનચાલકોને હવે વધુ ટોલ ચૂકવવો પડશે. નવા ભાવ મુજબ કાર અને જીપ માટે રૂપિયા 135ના બદલે હવે 140 ટોલટેક્સ ચુકવવો પડશે. તેવી જ રીતે બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે ટોલટેક્સ 465થી વધારીને 480 કરવામાં આવ્યો છે. વિવિધ ટોલ પ્લાઝા પર ભાવમાં વધારો થવાથી વાહનચાલકોના મુસાફરી ખર્ચમાં વધારો થશે, જે મોંઘવારીના સમયમાં તેમના માટે વધુ એક બોજ સાબિત થશે.
વડોદરાથી આણંદ સુધી કારમાં મુસાફરી કરવા માટે હવે રૂપિયા 50ના બદલે રૂપિયા 55 ટોલ ચૂકવવો પડશે. જ્યારે વડોદરાથી નડિયાદ સુધીનો ટોલ રૂપિયા 70થી વધારીને રૂપિયા 75 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર અને જીપ માટે ટોલ ટેક્સ 110 કરાયો છે. વાસદથી વડોદરા સુધી કાર અને જીપ માટે હવે રૂપિયા 160 ચુકવવા પડશે. ભરથાણા ટોલ પ્લાઝા પર કાર અને જીપનો ટોલ ટેક્સ રૂપિયા 155થી વધારીને રૂપિયા 160 કરવામાં આવ્યો છે.
અમદાવાદ-વડોદરા વચ્ચેના એક્સપ્રેસ પર કાર-જીપ ચાલકે 135ના બદલે 140 રૂપિયા, રિટર્નમાં રૂપિયા 205ના બદલે રૂપિયા 215, એલસીવીના રૂપિયા 220ના બદલે 230, રિટર્નમાં રૂપિયા 330ના બદલે રૂપિયા 345 અને બસ-ટ્રકના ચાલકે રૂપિયા 465ના બદલે રૂપિયા 480 અને રિટર્નમાં 720ના બદલ 760 રૂપિયા ચુકવવા પડશે.
નવસારીના બોરિયાચમાં સાડા ચાર મહિનામાં બીજી વખત ટોલ ટેક્સમાં વધારો કરાયો છે. લાઈટ મોટર વ્હીકલના 115ની જગ્યાએ 120 રૂપિયા, કોમર્શિયલ વ્હીકલના 190ની જગ્યાએ 195 રૂપિયા, બસ અને ટ્રકના 395ની જગ્યાએ 410 ચુકવવાના રહેશે. મલ્ટી એક્સલ વાહનોના 620ની જગ્યાએ 640 ચૂકવવાના તેમજ મોટા વાહનોના 755ની જગ્યાએ 780 ચુકવવાના રહેશે.
કરનાલના ઘરૌંડા ટોલ પ્લાઝા પર ભાવમાં 5 થી 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા દર મુજબ હવે કાર, જીપ અને વેન માટે એક તરફનો ટોલ 195 રૂપિયા હશે. જ્યારે આવવા-જવાનો ટોલ 290 રૂપિયા રહેશે. માસિક પાસ માટે હવે 6425 રૂપિયા ચૂકવવા પડશે. ઘરૌંડા ટોલના દરમાં વધારો થવાથી દિલ્હીથી ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર તરફ જતા વાહનોને સીધી અસર થશે.
ફરિદાબાદ અને પલવલ વચ્ચે આવેલા ગદપુરી ટોલ પ્લાઝા પર ટોલના દરમાં 5 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં કાર દ્વારા એક તરફનો ટોલ 120 રૂપિયા વસૂલવામાં આવે છે. જે આજથી 5 રૂપિયા વધીને 125 રૂપિયા થશે. જ્યારે આવવા-જવા માટે 180 રૂપિયાના બદલે 185 રૂપિયા ચૂકવવા પડશે. વ્યાપારી વાહનો માટે એક તરફનો ટોલ 190 રૂપિયાથી વધીને 195 રૂપિયા અને બંને તરફનો ટોલ 280 રૂપિયાથી વધીને 290 રૂપિયા થશે.
ગુરુગ્રામમાં આવેલા ખેડકી દૌલા ટોલ પર પણ વાહનચાલકોને હવે 5 રૂપિયા વધુ ચૂકવવા પડશે. અહીં ખાનગી કાર, જીપ અને વેન માટે ટોલ 85 રૂપિયા, લાઇટ મોટર વ્હીકલ અને મીની બસ માટે 125 રૂપિયા અને બસ તથા ટ્રક (2XL) માટે 255 રૂપિયા રહેશે. વ્યાપારી કાર, જીપ અને વાન માટે માસિક પાસ 1255 રૂપિયા, લાઇટ મોટર વ્હીકલ અને મીની બસ માટે 1850 રૂપિયા અને બસ તથા ટ્રક (2XL) માટે 3770 રૂપિયા રહેશે.
નારનૌલમાં જાટ ગુવાના ખાતેના ટોલના દરોમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી-પટિયાલા નેશનલ હાઈવે પર જીંદમાં આવેલા ખટકર ટોલ પ્લાઝા પર ટોલના ભાવમાં 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધીનો વધારો થયો છે. હાલમાં ખટકર ટોલ પર કાર, જીપ અને વાન માટે એક તરફનો ટોલ 120 રૂપિયા અને બંને તરફનો ટોલ 180 રૂપિયા છે. આજથી કાર, જીપ અને વાન માટે એક તરફનો ટોલ 125 રૂપિયા અને બંને તરફનો ટોલ પણ 185 રૂપિયા થશે. હળવા વાહનો માટેનો ટોલ બંને તરફનો 290 રૂપિયાથી વધીને 300 રૂપિયા અને બસ અને ટ્રક માટે એક તરફનો ટોલ 405 રૂપિયાથી વધીને 420 રૂપિયા કરવામાં આવ્યો છે.
આજથી ગુજરાત સહિત દેશભરમાં ટોલટેક્સમાં 5થી 15 ટકાનો વધારો ઝીંકાયો છે. અગાઉના તોતિંગ ટોલ ટેક્સ ઘટ્યા તો નહીં પરંતુ નવા ટોલ ટેક્સમાં 5થી 40 રૂપિયા સુધીનો વધારા થયો છે. ગુજરાતમાં આજથી અમલી નવા ટોલ ટેક્સ પર નજર કરીએ તો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પસાર થતા કારચાલકોએ હવે 135 રૂપિયાના બદલે 140 રૂપિયા ટોલટેક્સ ચુકવવો પડે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.