છલકાયેં જામ...દારુ પીવા માટે શોખીનોએ શોધ્યો નવો રસ્તો
રાજ્યમાં હેલ્થના બહાને 24 હજારથી વધુ લોકોએ દારુની પરમીટ લીધી

રાજ્યમાં હેલ્થના બહાને 24 હજારથી વધુ લોકોએ દારુની પરમીટ લીધી

રાજ્યમાં હેલ્થના બહાને 24 હજારથી વધુ લોકોએ દારુની પરમીટ લીધી
રાજ્યમાં આમ તો સ્થાપના કાળથી દારુબંધી છે પણ લોકો આરોગ્યના નામે ધૂમ દારુ પી રહ્યા છે. સરકાર દ્વારા અપાતી હેલ્થ પરમીટના આધારે લોકો હવે દારુ પીવાના નવા અખતરા શોધી રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં હેલ્થના બહાને 24 હજારથી વધુ લોકોએ દારુની પરમીટ લીધી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે.
આમ તો ગુજરાત પોલીસ છાશવારે રાજ્યમાં ઘુસાડાતો કરોડો રુપિયાનો દારુ પકડે છે. ખાસ કરીને તહેવારો દરમિયાન તો બુટલેગરો ટ્રકો ભરીને રાજ્યમાં દારુ ઘુસાડે છે અને પોલીસ પકડે પણ છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સ્થાનિક પોલીસની મીલીભગતના કારણે બુટલેગરો દેશી અને વિદેશી દારુનું ધુમ વેચાણ કરે છે. ગુજરાતના પ્રત્યેક શહેર અને નગરમાં વસતા અને પીવાના શોખીનોને જાણ હોય છે કે તેમના શહેરમાં કે ગામમાં ક્યાં દારુ મળે છે. ક્યાંક તો દારુ પીવા માટે વ્યવસ્થા પણ હોય કે અને સાથે સાથે બાઇટીંગની પણ વ્યવસ્થા હોય છે પણ આ બધામાં પીનારાઓને ડર હોય છે કે પોલીસની ગમે ત્યારે રેઇડ પડે તો પકડાઇ જવાય અને છાપામાં અને ટીવીમાં ફોટા છપાઇ જાય પણ છતાં પીનારા તત્વો તો બિન્ધાસ્ત બનીને પીવે જ છે. ઘણા ફાર્મ હાઉસમાં તો ઘણા પોતાના ઘરમાં જ દારુની મહેફીલ માણતા જ હોય છે અને પોલીસની રેઇડ પડે ત્યારે પકડાય છે.
જો કે હવે કેટલાક પીનારાઓએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. સરકાર આરોગ્યના નામે દારુની પરમીટ આપે છે. અને તેથી હવે આરોગ્યના નામે દારુ પીનારાઓની સંખ્યા વધી રહી છે. મળેલી માહિતી મુજબ વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં દારુની પરમીટ મેળવવામાં અમદાવાદીઓએ બાજી મારી છે અને સુરતીઓ બીજા ક્રમાંકે આવ્યા છે.
છેલ્લા 2 વર્ષના મળેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં 7390 લોકોએ દારુની પરમીટ મેળવી હતી અને પીનારાઓએ બે વર્ષમાં 12.71 કરોડ રુપિયા ખર્ચી નાખ્યા છે જ્યારે સપરતમાં 6975 લોકોએ દારુની પરમીટ મેળવી છે અને સુરતીઓએ દારુ માટે 6.43 કરોડ વાપર્યા હતા આ સિવાય અમરેલી, વડોદરા, ખેડા, આણંદ અને ગાંધીનગર, દાહોદ તથા જૂનાગઢ તથા ભાવનગર અને મોરબી, મહેસાણા, પાટણ સહિતના શહેરોના લાગોએ પણ દારુની પરમીટ મેળવી હતી.
સરકારને દારુની પરમીટ ધરાવતી હોટેલ્સમાંથી કરોડોની આવક થઇ રહી છે. દારુના પરવાનાની ફી પેટે 28.68 કરોડ રુપીયાની આવક પણ થઇ હતી. સરકારના કહેવા મુજબ પરમીટ દ્વારા લેવાતી ફી રોગી કલ્યાણ સમિતીમાં જમા કરવામાં આવે છે. જો કે આ બધામાં મહત્વની વાત એ છે કે દારુબંધી ધરાવતા ગુજરાતમાં હેલ્થ ના નામે દારુની પરમીટ લેનારાઓની સંખ્યા વધી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.