મોરબી મહાનગરપાલિકાની ઘોર બેદરકારી, પ્રજાના પૈસાનો પથ્થર કર્યો
રસ્તો બનાવવામાં લાવેલો સિમેન્ટનો જથ્થો 5 વર્ષથી પડી રહ્યો છે

રસ્તો બનાવવામાં લાવેલો સિમેન્ટનો જથ્થો 5 વર્ષથી પડી રહ્યો છે

રસ્તો બનાવવામાં લાવેલો સિમેન્ટનો જથ્થો 5 વર્ષથી પડી રહ્યો છે
સામાન્ય રીતે આપણે એવી કહેવત સાંભળી છે કે પૈસાનું પાણી થઇ ગયું પણ મોરબીમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે કે મોરબીમાં પ્રજાના પૈસાનું પાણી નહીં પણ પથ્થર થઇ ગયા છે.
મોરબી મહાનગરપાલિકા કંઇ પણ કરી શકે છે તેનો આ બોલતો પુરાવો મળ્યો છે. મોરબી મહાનગરપાલિકાએ પ્રજાના પૈસાનો પથ્થર કરી નાખ્યો છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે મહાનગરપાલિકાના ગાર્ડનમાં છેલ્લા 5 વર્ષથી પડી રહેલી સિમેન્ટની થેલીઓ મળી આવી છે અને આ થેલીઓમાં રહેલો સિમેન્ટ પથ્થર ગઇ ગયો છે.
મહાનગરપાલિકાના અધિકારીઓની ઘોર બેદરકારી આ બનાવમાં બહાર આવી છે. જરૂરિયાત કરતા વધુ સિમેન્ટની થેલીઓ ખરીદાઇ હોઇ શકે છે અથવા તો જે કામ માટે સિમેન્ટ લવાયો હતો તે કામ જ થયું નથી તેવું લાગી રહ્યું છે.
મહાનગરપાલિકાના ગાર્ડનમાં જ સિમેન્ટની 400 થેલીઓ પડેલી છે. આ જથ્થો અગાઉ લીલાપર આવાસ યોજના માં પડ્યો હતો પણ હવે તેને ત્યાંથી ખસેડીને કોર્પોરેશનના ગાર્ડનમાં મુકવામાં આવ્યો છે. મળેલી જાણકારી મુજબ 2020માં જનભાગીદારીમાંથી રસ્તો બનાવવા માટે આ સિમેન્ટનો જથ્થો મંગાવામાં આવ્યો હતો
જો કે 2020માં ખરીદાયેલો સિમેન્ટનો જથ્થો અત્યાર સુધી વપરાયો કેમ નહીં તે સવાલ ઉઠી રહ્યો છે. સિમેન્ટની જરૂરિયાત ન હતી તો કેમ તેને ખરીદવામાં આવ્યો હતો તે સહિત ઘણા પ્રશ્નો આ વિવાદમાં ઉઠી રહ્યા છે. પ્રજાના પૈસાનું પાણી કરવામાં કોને રસ છે તે પ્રશ્ન પુછાઇ રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.