ગુજરાતમાં ચોમાસું નબળું, 33% વિસ્તારમાં વરસાદની ઘટ
ચાર વર્ષમાં સૌથી ઓછો વરસાદ, 11 જિલ્લામાં 15%થી ઓછો વરસાદ, ખેતી અને જળસંચય પર ચિંતા

AI જનરેટેડ

AI જનરેટેડ
રાજ્યમાં હાલ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસો દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. પરંતુ, છેલ્લાં ચાર વર્ષની સરખામણી કરીએ તો આ વર્ષે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. 21 જુલાઈ સુધીમાં વર્ષ 2023માં 108 ટકા, 2024માં 143 ટકા, 2025માં 128 ટકાની તુલનાએ આ વર્ષે 29 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યના 34 જિલ્લા પૈકી 11 એટલે કે 33 ટકા વિસ્તારમાં 15 ટકા પણ વરસાદ નહી નોંધાતા મોટું સંકટ ઉભુ થયુ છે.
રાજ્યમાં 21 જુલાઈ સુધીમાં છેલ્લાં 30 વર્ષ દરમિયાન સરેરાશ 908 મીમી વરસાદ વરસતો હોય છે. તેની સામે ગત વર્ષે 447 મીમી એટલે કે 50 ટકા વરસાદ થયો હતો. જ્યારે આ વર્ષે 263 મીમી એટલે કે 29 ટકા વરસાદ વરસ્યો છે.
ઝોન વાઈઝ વરસાદની સમીક્ષા કરીએ તો દક્ષિણ ઝોનમાં 43 ટકા અને કચ્છમાં માત્ર 3.42 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 30 ટકા, મધ્ય ઝોનમાં 20 ટકા અને ઉત્તર ઝોનમાં 15 ટકા વરસાદ વરસ્યો છે.
11 જિલ્લામાં 15 ટકા કરતાં ઓછો વરસાદ
રાજ્યના વરસાદની સમીક્ષા કરીએ તો અત્યાર સુધીમાં 34 જિલ્લામાં 1.63 ટકાથી લઈને 57 ટકા સુધીનો વરસાદ થયો છે. 11 જિલ્લામાં 15 ટકાથી ઓછો વરસાદ થયો છે. જેમાં આણંદમાં 14.68 ટકા, સાબરકાંઠામાં 12.82 ટકા, પોરબંદરમાં 12.62 ટકા, દાહોદમાં 14.09 ટકા, છોટા ઉદેપુરમાં 13.47 ટકા, મોરબીમાં 13.35 ટકા, વાવ-થરાદમાં 11.89 ટકા, જામનગરમાં 9.94 ટકા, બનાસકાંઠામાં 7.82 ટકા અને કચ્છમાં 3.42 ટકા અને દેવભૂમિ દ્વારકામા 1.63 ટકા વરસાદ વરસ્યો છે.
23 જિલ્લામાં 15 ટકા કરતાં વધુ વરસાદ
નવસારી-57.02
વલસાડ-44.42
ડાંગ-42.42
સુરત-53.89
તાપી-35.79
જૂનાગઢ-45.77
ગીરસોમનાથ-42.06
અમરેલી-47.13
પંચમહાલ-31.35
નર્મદા-21.96
ભરૂચ-31.60
ભાવનગર-37.55
મહીસાગર-25.89
બોટાદ-28.24
વડોદરા-19.91
ખેડા-19.37
રાજકોટ-20.56
મહેસાણા-19.75
અમદાવાદ-21.41
સુરેન્દ્રનગર-23.50
24 તાલુકામાં માત્ર અઢી ઈંચ વરસાદ
રાજ્યના 261 તાલુકામાંથી 24 તાલુકામાં 0 થી 50 મીમી એટલે કે માત્ર અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 77 તાલુકામાં 51 થી 125 મીમી, 83 તાલુકામાં 126 થી 250 મીમી, 42 તાલુકામાં 251 થી 500 મીમી, 22 તાલુકામાં 501 થી 1000 મીમી અને 16 તાલુકામાં 1000 મીમીથી વધુ વરસાદ થયો છે.
છેલ્લાં 24 કલાક દરમિયાન 165 તાલુકામાં વરસાદ
છેલ્લાં 24 કલાક દરમિયાન વરસાદની સ્થિતિ જોઈએ તો, 32 જિલ્લાના 165 તાલુકામાં સરેરાશ 14.25 મીમી વરસાદ નોંધાયો છે. 143 તાલુકામાં 0 થી 50 મીમી, 10 તાલુકામાં 51 થી 100 મીમી, 5 તાલુકામાં 101 થી 150 મીમી, 05 તાલુકામાં 151 થી 200 મીમી, 02 તાલુકામાં 201 થી 250 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે 103 તાલુકા કોરાધાકોર રહ્યા છે.
છેલ્લાં 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ વલસાડના પારડીમાં 208 મીમી, નવસારીના ખેરગામમાં 202 મીમી, વલસાડના નાનાપોંઢામાં 182 મીમી, વલસાડના વાપીમાં 182 મીમી અને વલસાડમાં 179 મીમી વરસાદ ખાબક્યો છે.
રાજ્યના ડેમોમાં 41 ટકા પાણી આવ્યું
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં હાલમાં દર કલાકે 20 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની ભયજનક સપાટી 454.98 ફૂટ જળ સપાટી સામે હાલમાં 419.16 ફૂટ જળ સપાટી નોંધાઈ છે. સરદાર સરોવર ડેમાં 67 ટકા ભરાઈ ચૂક્યો છે. અન્ય ડેમોની વાત કરીએ તો, કુલ 206 ડેમ પૈકી 6 ડેમ 100 ટકા, 21 ડેમ 70 થી 100 ટકા, 20 ડેમ 50 થી 70 ટકા, 53 ડેમ 25 થી 50 ટકા અને 106 ડેમ 25 ટકાથી નીચે ભરાયેલા છે. 206 ડેમ પૈકી 12 ડેમ હાઈએલર્ટ પર, 02 ડેમ એલર્ટ પર અને 13 ડેમ વોર્નીંગ લેવલ પર છે.
વાવેતર પર વરસાદની અસર
રાજ્યમાં સરેરાશ 85.30 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થતું હોય છે. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 50.83 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે કુલ લક્ષ્યના અંદાજે 60 ટકા જેટલું છે. વરસાદની અછતને કારણે ઘણા વિસ્તારોમાં ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
આગામી દિવસો મહત્વપૂર્ણ
હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જો આગામી સપ્તાહમાં સારો વરસાદ નહીં પડે તો ખેતી, જળાશયો અને પીવાના પાણીની સ્થિતિ પર વધુ અસર થવાની શક્યતા છે. રાજ્યના ખેડૂતો અને વહીવટી તંત્રની નજર હવે આગામી વરસાદી સિસ્ટમ પર કેન્દ્રિત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ