6 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મેઘતાંડવ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ,24 કલાક ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

AI જનરેટેડ

AI જનરેટેડ
Heavy Rain in Gujarat: ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરી છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 225 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે.દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડતાં નદીઓ,ચેકડેમ અને સ્થાનિક જળાશયોમાં નવા પાણીની નોંધપાત્ર આવક થઈ છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસાના પાક માટે આ વરસાદને અત્યંત લાભદાયી માનવામાં આવી રહ્યો છે.બીજી તરફ,કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે,જેના કારણે સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે.
અમદાવાદ,વડોદરા અને પાટનગર ગાંધીનગર સહિતના શહેરોમાં વરસાદ
અમદાવાદ, વડોદરા અને પાટનગર ગાંધીનગર સહિતના મેટ્રો શહેરોમાં પણ આગામી 3 કલાક ભારે પવન સાથે મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મોડાસા (અરવલ્લી) પંથકમાં પણ ભારે પવન ફૂંકાવાની સાથે વીજળી પડવાની સંભાવનાને પગલે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ઓફિસે જતા નોકરિયાત વર્ગ અને વાહનચાલકોને આ સમયગાળા દરમિયાન ખાસ સાવધાની રાખવા અને ઝાડ કે નબળા હોર્ડિંગ્સ નીચે ઊભા ન રહેવા સૂચના આપવામાં આવી છે.આ એલર્ટ દરમિયાન સૌથી ચિંતાજનક બાબત એ છે કે, રાજ્યમાં 41 થી લઈને 61 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેને પગલે વહીવટી તંત્રને પણ સ્ટેન્ડબાય રહેવા આદેશ અપાયા છે.
સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની કહેર
સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ મેઘરાજાએ સારો વરસાદ વરસાવ્યો છે. મેંદરડામાં 12.56 ઇંચ, કેશોદમાં 12.08 ઇંચ અને પાટણ-વેરાવળમાં 8.50 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં સતત વરસાદને કારણે ખેતરોમાં પૂરતો ભેજ સર્જાયો છે, જે મગફળી, કપાસ, સોયાબીન અને અન્ય ચોમાસાના પાક માટે અનુકૂળ માનવામાં આવે છે.ખેડૂત વર્ગનું માનવું છે કે સમયસર અને સારો વરસાદ મળતા વાવણી પૂર્ણ કરવામાં સરળતા રહેશે અને પાકના વિકાસ માટે પણ અનુકૂળ પરિસ્થિતિ ઊભી થશે. કૃષિ નિષ્ણાતોના મત મુજબ શરૂઆતના ચોમાસામાં મળતો આવો વરસાદ ઉત્પાદન વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
દક્ષિણ ગુજરાતમાં સતત ભારે વરસાદ
દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન સારો વરસાદ નોંધાયો છે. ડોલવણમાં 11.65 ઇંચ, વાંસદામાં 9.80 ઇંચ, ચિખલીમાં 9.61 ઇંચ, વાલોડમાં 9.17 ઇંચ, ડાંગમાં 9.09 ઇંચ, ગણદેવીમાં 8.39 ઇંચ, વલસાડમાં 8.15 ઇંચ અને વ્યારામાં 7.24 ઇંચ વરસાદ નોંધાયો છે.સતત વરસાદને કારણે ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી છે. સાથે જ નદીઓ અને સ્થાનિક જળાશયોમાં પાણીની આવક વધતાં ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ભારે વરસાદના કારણે કેટલાક રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ છે, જેના કારણે વાહનચાલકોને સાવચેતી રાખવાની જરૂર છે.
માંગરોળમાં સૌથી વધુ 22.24 ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 22.24 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત માળીયા હાટીના ખાતે 14.09 ઇંચ, ડાંગ જિલ્લાના વઘઈમાં 13.43 ઇંચ, સુબિરમાં 13.23 ઇંચ અને અંબિકા વિસ્તારમાં 13.19 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને સ્થાનિક જળાશયો ફરી જીવંત બન્યા છે.ભારે વરસાદને પગલે અનેક નાના-મોટા જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે, જે પીવાના પાણીની ઉપલબ્ધિ તેમજ સિંચાઈ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. જો આગામી દિવસોમાં પણ વરસાદની આવી જ સ્થિતિ યથાવત રહેશે તો રાજ્યના જળસંગ્રહમાં વધુ વધારો થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના ચાર તાલુકામાં ભારે વરસાદ,અનેક વિસ્તારોમાં પૂર
માંગરોળ ઉપરાંત માળિયા-હાટીના તાલુકામાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે. મેંદરડા અને કેશોદ તાલુકામાં પણ આશરે 13-13 ઈંચ વરસાદ વરસતા નદી-નાળા છલકાઈ ગયા હતા.વંથલીમાં 4 ઈંચ, માણાવદરમાં 3 ઈંચ તથા જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય અને ભેસાણમાં આશરે 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગિરનાર પર્વતીય વિસ્તારમાં પણ 2 ઈંચ વરસાદ સાથે સીઝનનો કુલ વરસાદ 7 ઈંચ સુધી પહોંચી ગયો છે.
જૂનાગઢના 22 ગામો સંપર્ક વિહોણા,ઘેડ પંથક પાણીમાં ગરકાવ
ભારે વરસાદને કારણે જિલ્લામાં કુલ 22 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. તેમાં માંગરોળના 9 ગામો, માણાવદરના 3 ગામો અને કેશોદના 10 ગામોનો સમાવેશ થાય છે.ઘેડ પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો અને હજારો એકર ખેતીની જમીનમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને ભારે નુકસાનની આશંકા ઊભી થઈ છે. અનેક માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 225 તાલુકામાં ભારે વરસાદ
હવામાન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માંગરોળમાં 565 મિ.મી. એટલે કે કુલ 23 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ હતી. આ આંકડા 3 જુલાઈના સવારના 6 વાગ્યાથી લઈને 4 જુલાઈના 7 વાગ્યા સુધીના છે. જ્યારે માળિયા હાટિનામાં પણ 358 મિ.મી. એટલે કે 14 ઈંચ વરસાદ નોંધાયો હતો.

મિશન સુરક્ષિત શક્તિ હેઠળ ગુજરાત પોલીસે મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે 525 સ્થળોનું મેપિંગ અને 12,829 લોકોને સ્વરક્ષણ તાલીમ આપી.

સુરતની રિયલ જરીનો અદ્ભુત કમાલ! શુદ્ધ ચાંદીના તારથી બની રાખડી, અચોધ્યા રામ મંદિર મા કરાશે અર્પણ

સુરતના ઊનમાં મદરેસાની છત પરથી પડી ગયેલા 13 વર્ષીય બાળકના ગળામાં લોખંડનો સળિયો આરપાર થઈ ગયો. નવી સિવિલ હોસ્પિટલમાં 2-3 કલાકની જટિલ સર્જરી બાદ સળિયો બહાર કાઢાયો, હાલ બાળક ICUમાં સ્થિર છે.