કરોડપતિ કોન્સ્ટેબલ : ચાર મકાન, ત્રણ કાર, 26 લાખની FD
અમદાવાદના હેડ કોન્સ્ટેબલ વિજય માળી પાસે સવા કરોડ આવ્યા ક્યાંથી?

તોડબાજી કરતા અન્ય પોલીસ કર્મચારીઓ સામે બ્રષ્ટાચારની તપાસ થશે?

તોડબાજી કરતા અન્ય પોલીસ કર્મચારીઓ સામે બ્રષ્ટાચારની તપાસ થશે?
અમદાવાદ શહેર પોલીસના હેડ કોન્સ્ટેબલ વિજય માળી પાસે ચાર મકાન, ત્રણ કાર અને 26 લાખની એફ.ડી. સહિત પગાર સામે ખર્ચ અંગેની તપાસ બાદ સવા કરોડ રૂપિયા જેટલી અપ્રમાણસર મિલકતો જણાતાં એ.સી.બી.માં વિધીવત ગુનો નોંધી તપાસ કાર્યાહી હાથ ધરાઈ હતી. એક વર્ષ પહેલા સ્પામાંથી તોડબાજીના આક્ષેપો અંગે એસીપી દ્વારા તપાસ યોજવામાં આવ્યા પછી ગુનો નોંધાતાં તોડબાજી કરતાં પોલીસકર્મીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો છે.
પહેલા અમદાવાદ શહેર પોલીસમાં અને હાલ સજારૂપે દેવભુમિ દ્વારકા પોલીસ હેડકવાર્ટરમાં કાર્યરત હેડ કોન્સ્ટેબલ વિજય જયરામભાઈ માળી સામે એસીબી માં ગુનો નોંધવામાં આવ્યો છે. એસીપી એચ.એમ. કણસાગરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર વિજય માળી દ્વારા 20 વર્ષમાં મોટા પાયે મિલકતો ખરીદી હોવાનું ફલિત થયું હતું. વિજય માળીએ સુભાષબ્રીજ પાસે સરલ એપાર્ટમેન્ટમાં ફ્લેટ, વર્ષ 2008માં ગોધરા ખાતે પત્નીના નામે ખાનગી પ્લોટ, વર્ષ 2017માં પોતાના વતન મહારાષ્ટ્રમાં ત્રણ વિઘા જમીન રોકડાથી ખરીદવા ત્યારબાદ વર્ષ 2024માં પત્ની અને પોતાના સંયુક્ત નામે મહારાષ્ટ્રના ઘુલે ખાતે મકાન ખરીદ્યું હતું. વિજય માળી પાસે ત્રણ કાર અને ટુ વ્હીલર ઉપરાંત પત્ની-પોતાના સંયુક્ત ખાતામાં પોસ્ટ ઓફીસમાં 26 લાખની એફ.ડી.નું રોકાણ મળી આવ્યું છે.
વર્ષ 1999માં અમદાવાદ પોલીસ દળમાં જોડાયેલા વિજય માળીનો અપ્રમાણસર મિલ્કત અને રોકાણ ખર્ચ રુપીયા 1.3 કરોડનો આવ્યો છે, જે પૈકી રૂપીયા 31.6 લાખની મિલ્કત, રોકાણ વધારે એટલે કે 23.55 ટકા વધુ જણાતાં ભ્રષ્ટાચારનો ગુન્હો રાણીપ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો છે.
વિજય માળીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનથી નોકરી શરૂ કર્યા પછી માધવપુરા, શાહપુર, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ, મહિલા પોલીસ સ્ટેશન, રિવરફ્રન્ટ વેસ્ટ અને છેલ્લે મહિલા સેલમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવ્યા બાદ વર્ષ 2021-22માં હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મેળવી હતી. ડીજીપી દ્વારા તપાસ સોંપવામાં આવી તે સાથે દેવભૂમિ દ્વારકા ખાતે બદલી કરાયેલા હેડ કોન્સ્ટેબલ વિજય માળીની સત્તાવાર પગારની આવક કરતાં 23.55 ટકા જેટલી અપ્રમાણસર રકમના રોકાણની જાણ સક્ષમ અધિકારીને જાણ કરવામાં આવી ન હોવાથી એસીબીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ છે કે તોડબાજી કરતા અન્ય પોલીસ કર્મચારીઓ સામે બ્રષ્ટાચારની તપાસ થશે કે નહીં ?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.