ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 70 કિમીની ઝડપે પવન અને કરા સાથે વરસાદની ચેતવણી, ખેડૂતો ચિંતિત

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સાથે તેજ પવન અને કરા પડવાની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકમાં કુદરતી આફત જેવો માહોલ સર્જાયો છે.
હવામાનની સિસ્ટમ અને પવનની ગતિ :
હાલમાં ઉત્તર પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બેવડી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમની સીધી અસર હેઠળ ગુજરાતમાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ તેજ પવનને કારણે રણ અને મેદાની વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે.
કયા જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના નીચે મુજબના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે:
ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર અને દાહોદ.
સૌરાષ્ટ્ર અને કચ્છ: રાજકોટ, જામનગર, મોરબી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ.
મધ્ય ગુજરાત: પંચમહાલ સહિતના પંથકોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં બુધવાર રાતથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને સામાન્ય વરસાદ નોંધાયો હતો.
કરા અને તેજ પવનથી નુકસાનની ભીતિ :
સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જેવા વિસ્તારોમાં માત્ર વરસાદ જ નહીં પરંતુ તેજ પવન સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે, જેને લીધે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન નિષ્ણાતોના મતે શુક્રવાર સવારથી વાતાવરણ ધીમે-ધીમે હળવું થશે, પરંતુ ત્યાં સુધી ગાજવીજ સાથે વરસાદી પ્રક્રિયા ચાલુ રહેશે
તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો અને ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ખુલ્લામાં રાખેલો પાક સલામત સ્થળે ખસેડી લેવા જણાવાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.