નવરાત્રિમાં મેઘરાજાનું તાંડવ, ફરી ઓરેન્જ એલર્ટ
ગરબાના રંગમાં ભંગ: હવામાન વિભાગની ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં યલો એલર્ટ
નવરાત્રિમાં મેઘરાજાનું તાંડવ
નવરાત્રિમાં મેઘરાજાનું તાંડવ
ગુજરાતમાં ચોમાસું ભલે સત્તાવાર રીતે વિદાય લઈ રહ્યું હોય, પરંતુ મેઘરાજાનું તાંડવ હજી પણ યથાવત્ છે. નવરાત્રિના ઉત્સવમાં અનપેક્ષિત વરસાદે ખેલૈયાઓ અને આયોજકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ઠેર-ઠેર ગરબાના આયોજનો રદ થઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે હજુ પણ વધુ વરસાદની આગાહી કરીને ચિંતા વધારી છે.
સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અને યલો એલર્ટહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે એટલે કે મંગળવારે (30 સપ્ટેમ્બર) સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કચ્છ, જામનગર અને અમરેલી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
નવરાત્રિ પર વરસાદની અસર અને આગામી આગાહીનવરાત્રિના તહેવાર દરમિયાન પડેલા અચાનક વરસાદે મોટાભાગના ગરબા ગ્રાઉન્ડને ભીના કરી દીધા છે, જેના કારણે આયોજકોને ગરબા રદ કરવાની ફરજ પડી રહી છે. ખેલૈયાઓમાં નિરાશાનો માહોલ છે, કારણ કે વર્ષભરની રાહ જોયા બાદ તેમને ગરબાનો આનંદ માણવા મળી રહ્યો નથી.
હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 3થી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે, જેનાથી ચોમાસાની વિદાય મોડી થવાના સંકેતો મળી રહ્યા છે. આ અચાનક આવેલો વરસાદ માત્ર તહેવારો જ નહીં, પરંતુ ખેતી અને પાકને પણ અસર કરી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો