માયાભાઇ આહિરના સ્વાસ્થ્ય વિશે ડો.તેજસ પટેલનું મહત્વનું નિવેદન
માયાભાઇની તબિયત લથડતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

માયાભાઇની તબિયત લથડતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

માયાભાઇની તબિયત લથડતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગુજરાતના પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની કાર્યક્રમમાં તબિયત લથડ્યા બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.માયાભાઇની તબિયત અચાનક લથડતાં તેમના ચાહકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. જો કે તેમણે હોસ્પિટલમાંથી એક વીડિયો જાહેર કરીને પોતે સ્વસ્થ હોવાની જાણકારી આપી છે જેથી ચાહકોમાં રાહત જોવા મળી રહી છે. માયાભાઇ આહિરના સ્વાસ્થ્ય બાબતે ડો.તેજસ પટેલનું નિવેદન પણ આવ્યું છે. તેમણે જણાવ્યું કે માયાભાઈને હોસ્પિટલ લાવ્યા ત્યારે ક્રિટિકલ કન્ડિશન હતી અને રાત્રે એન્જીયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ નખાયું છે અને અત્યારે સંતોષકારક સુધારો છે
ડાયરાના જાણીતા કલાકાર માયાભાઇ આહિર ગઇ કાલે રાત્રે કડી તાલુકાના ઝુલાસણ ગામમાં ડાયરામાં તબિયત લથડી હતી. તેઓ જે ફાર્મ હાઉસમાં રોકાયા હતા તે ફાર્મ હાઉસમાં તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો છતાં માયાભાઇ ડાયરાના સ્થળે પહોંચ્યા હતા . જો કે આયોજકોએ તેમને કાર્યક્રમ ના કરવાની વિનંતી કરી હતી પણ માયાભાઇએ પોતાના ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખ્યો હતો. સ્તુતિ બાદ માયાભાઇને એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ લઇ જવાયા હતા અને ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર શરુ કરાઇ હતી તેમની તબિયતની ચિંતાઓ વચ્ચે ચાહકો અને લોકો તરફથી ખૂબ પ્રાર્થનાઓ થઈ રહી છે.
દરમિયાન માયાભાઇએ આજે સવારે હોસ્પિટલમાંથી વીડિયો સંદેશ જાહેર કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું કે આપણે એકદમ રેડી છીએ અને કોઇએ ચિંતા કરવાની જરુર નથી. તેમના આ વીડિયો સંદેશથી તેમના ચાહકોમાં રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.