ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર: 6 કોર્સની ફીમાં તોતિંગ વધારો
એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષથી ફી વધારો કરવાનો નિર્ણય લેવાયો

6 કોર્સમાં વિદ્યાર્થીઓએ સેમેસ્ટર દીઠ 1800 થી 5 હજાર વધુ ફી ચુકવવી પડશે

6 કોર્સમાં વિદ્યાર્થીઓએ સેમેસ્ટર દીઠ 1800 થી 5 હજાર વધુ ફી ચુકવવી પડશે
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. આગામી શૈક્ષણિક વર્ષથી ફી વધારો કરવાનો નિર્ણય કરાયો છે. યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં કરાયેલા નિર્ણય મુજબ વિદ્યાર્થીઓને 6 કોર્સમાં સેમેસ્ટર દીઠ રૂપિયા 1800 થી 5 હજાર વધુ ફી ચુકવવી પડશે. આ ફી વધારો વિવિધ ફેકલ્ટીના અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં લાગુ પડશે. જેના કારણે વિદ્યાર્થીઓ પર નાણાકીય બોજ વધશે.
ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં ફી રેગ્યુલરિટી કમિટી (FRC) ની ભલામણોને ધ્યાનમાં રાખીને આગામી શૈક્ષણિક વર્ષથી ફી વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 9 ડિસેમ્બર 2024ના રોજ એક્ઝિક્યુટીવ કાઉન્સિલની મળેલી બેઠકમાં એફઆરસીની રચના કરા હતી. ત્યારબાદ 30 ડિસેમ્બર 2024ના રોજ મળેલી બેઠકમાં ફી વધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેને 20 ફેબ્રુઆરીના રોજ મળેલી બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવા શૈક્ષણિક વર્ષથી ફી વધારો અમલમાં આવશે. પ્રતિ સેમેસ્ટર રૂપિયા 1800 થી 2250 નો વધારો કરવામાં આવશે. આ વધારો PhD, BBA, BCA, BSc, BCom અને BA જેવા અભ્યાસક્રમોમાં લાગુ થશે. એક્ઝિક્યુટીવ કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં વિદ્યાર્થીઓને ડ્યુઅલ ડિગ્રીનો વિકલ્પ આપવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાના નિયમિત અભ્યાસક્રમની સાથે અન્ય કોઈ ડિગ્રીમાં પણ પ્રવેશ મેળવી શકશે અને પોતાના રસ મુજબની ડ્યુઅલ ડિગ્રી મેળવી શકશે.
આ ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અધ્યાપકોની ઘટને પહોંચી વળવા માટે ડેપ્યુટેશન પર અધ્યાપકોની નિમણૂક કરવાનો નિર્ણય પણ લેવાયો છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલની સુવિધાઓને વધુ સારી બનાવવા અને રમતોને પ્રોત્સાહન આપવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) બહાર પાડવાનો અને જરૂરી સ્ટાફની ભરતી કરવાનો નિર્ણય પણ કરાયો હતો.
ફી વધારાના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. PHDની હાલની ફી 7900ના બદલે વિદ્યાર્થીઓએ હવે 12, 400 ફી ચુકવવી પડશે. B.A અને BCOMની ફી 5750થી વધારીને 7500 કરાઇ છે. BCAની ફી 13 હજારથી વધારીને 15 હજાર કરવામાં આવી છે. BBAની ફી 11 હજારથી વધારીને 13,200 કરાઇ છે. કોલેજ પાસેથી પ્રતિ વર્ષ લેવામાં આવતી એફિલિએશન ફીમાં પણ વધારો કરાયો છે.
સુરેશ વણોલ, અમદાવાદ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.