ગુજરાત ATS અને DRIની મોટી સફળતા, 83 કરોડના ગેરકાયદેસર સોનાનો પર્દાફાશ
ગુજરાત ATS અને DRIની સંયુક્ત કાર્યવાહી દરમિયાન શહેરમાં મોટા પાયે ગેરકાયદેસર સોનાની હેરફેરનો પર્દાફાશ થયો...

83 કરોડના ગેરકાયદેસર સોનાના જથ્થા સાથે બ્રોકર ઝડપાયો...

83 કરોડના ગેરકાયદેસર સોનાના જથ્થા સાથે બ્રોકર ઝડપાયો...
અમદાવાદ : ગુજરાત ATS (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ) અને DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવ્યું, જેમાં શહેરમાંથી મોટા પાયે ગેરકાયદેસર સોનાની હેરફેરનો પર્દાફાશ થયો છે.
આ ઓપરેશન દરમિયાન શહેરના એક જાણીતા બ્રોકરના મકાનમાંથી આશરે 90થી 100 કિલોગ્રામ સોનું ઝડપાયું છે, જેની કિંમત 83 કરોડ રૂપિયા કરતાં વધુ હોવાનું અનુમાન છે. Gujarat ATS અને DRIની ટીમે ગુપ્ત માહિતીના આધારે આ દરોડા હાથ ધર્યા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સોનું ગેરકાયદેસર રીતે વિદેશથી સ્મગલ કરીને અહીં લાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જે આરોપીઓ ઝડપાયા છે, તેઓના કનેક્શન અન્ય શહેરો અને આંતરરાષ્ટ્રીય કડીઓ સાથે જોડાયેલા હોવાની શકયતા છે.
હાલ, Gujarat ATS અને DRI ની ટીમ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ સોનાને ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવ્યું, અને કોના કોના હાથે તેનું વિતરણ થતું હતું, તે જાણવા માટે વધુ તપાસ ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.