અમદાવાદના લાંભામાં ભીષણ આગ
લાકડાના જથ્થામાં આગ લાગ્યા બાદ ત્રણ ઈન્ડસ્ટ્રીયલ શેડમાં ફેલાઈ

બે કલાકે આગ પર કાબૂ મેળવાયો

બે કલાકે આગ પર કાબૂ મેળવાયો
અમદાવાદના લાંભા બળિયાદેવ મંદિર નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં ટીમ્બર માર્ટમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. હેન્ડી ક્રાફ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાગવાનના લાકડાનો જથ્થો સહિત 60 ટન જેટલો લાકડાનો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો હતો.
આગ લાગવાના કારણે બાજુમાં આવેલા પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 3 જેટલા શેડ બળીને ખાત થઈ ગયા હતા. અન્ય ચારથી પાંચ જેટલા શેડને પણ નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડની ટીમે બે કલાકની ભારે જહમત બાદ આગને કાબુમાં લીધી હતી. અંદાજે 100 ટન જેટલો લાકડાનો છઠ્ઠો રાખ્યો હતો અને આ જગ્યામાં કાયદેસર હતી કે ગેરકાયદેસર તેને લઈને એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવી છે.
લાકડાનો જથ્થો હતો જેના કારણે આ ઝડપથી ફેલાઈ હતી સાત વારના લાકડાનો જથ્થો હતો જેમાં 60 ટન જેટલો લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે જ્યારે 100 ટન જેટલો જથ્થો બચાવી લેવામાં આવ્યો છે. ટીમ્બર માર્ટની બાજુમાં આવેલા પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ આગ ના કારણે ત્રણ જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ બળીને ખાસ થયા છે ત્યારે કેટલાકને નુકસાન થયું છે. આગ લાગવાની ઘટના જે જગ્યાએ બની છે તે જગ્યાને લઈને પણ સવાલ ઊભા થયા છે આ જગ્યામાં ટીમ્બર માર્ટ બનાવવા માટેની મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની પરવાનગી લેવામાં આવી હતી કે નહિ. મંથનતાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.