રાજકોટમાં વધુ એક નમકીન ફેક્ટરીમાં ભીષણ આગ
ગોપાલ બાદ KBZ કંપનીમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ

નમકીન કંપનીમાં ભીષણ આગ

નમકીન કંપનીમાં ભીષણ આગ
રાજકોટમાં ફરી એક વખત નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. સવારના 9.30 વાગ્યાની આસપાસ આ આગ લાગી હોવાના માહિતી સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલમાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
મળતી માહિતી પ્રમાણે રાજકોટના નાકરાવાડી નજીક વેફર અને નમકીન બનાવતી કંપની KBZમાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટાં દેખાઇ રહ્યા છે. કલાકો બાદ પણ હજુ આગ બેકાબૂ છે. હાલ ચાર થી પાંચ ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનું કામ કરી રહી છે. હાલમાં કેટલું નુકસાન થયુ છે તેની માહિતી સામે આવી નછી. શરૂઆતના સમયમાં જ માલિક અને અન્ય ત્યાનાં માણસો પાસેથી મળતી માહિતી પ્રમાણે તમામ લોકોને આ ઘટનામાં સહી સલામત બહાર ખસેડી દેવામાં આવ્યા હતા. પાંચ જેટલી ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.