રાજ્યમાં 68 IAS અધિકારીઓની સામુહિક બદલીઃ 4 અધિકારીની બઢતી સાથે બદલી
મુખ્ય સચિવ તરીકે પંકજ જોષીએ ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં વહિવટીતંત્રમાં ધરમૂળથી ફેરફાર

રાજ્યમાં 68 IAS અધિકારીઓની સામુહિક બદલીઃ 4 અધિકારીની બઢતી સાથે બદલી

રાજ્યમાં 68 IAS અધિકારીઓની સામુહિક બદલીઃ 4 અધિકારીની બઢતી સાથે બદલી
ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પંકજ જોષીએ ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં વહિવટીતંત્રમાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. રાજ્યના 68 IAS અધિકારીઓની સામુહિક બદલી કરવામાં આવી છે. જેમાં 4 IAS અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. બંછાનિધિ પાનીની અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે. જ્યારે અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડી.કે.ને જીઆઈડીસીના એમડી બનાવાયા છે. વિનોદ રાવ, એમ.થેન્નારસન, અનુપમ આનંદ અને મિલિંદ તોરવણેની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. રાજ્યમા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે. તેવા સમયે રાજ્ય ચૂંટણી આયોગની મંજૂરી લઈ આજે IASની બદલીના આદેશ કર્યા છે.
રાજ્ય સરકારે 68 IAS અધિકારીઓની બદલી કરી છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. એમ. થેન્નારસનની રમતગમત અને યુવા સાંસ્કૃતિ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ ટેક્નિકલ એજ્યુકેશન વિભાગના કમિશનર બંછાનિધિ પાનીની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરે તેના પહેલાં બદલી કરવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર પ્રવિણા ડી.કે.ને પ્રમોશન આપી GIDCના એમ.ડી. બનાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘને GCEL ના MDનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. IAS પી સ્વરૂપનને ઉદ્યોગ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ડો. વિનોદ રાવને લેબર સ્કીલ ડેવલોપ્મેન્ટના અગ્રસચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. મિલિંદ તોરવણે હવે GSPC ના MD તરીકે કાર્યભાર સંભાળશે. રાહુલ ગુપ્તાની ક્લાઈમેટ ચેન્જ વિભાગના સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
રાજ્યના મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં પંકજ જોષીએ 68 IAS અધિકારીઓની મોટાપાયે બદલી અને બઢતીના આદેશ કર્યા છે. રાજ્ય ચૂંટણી આયોગની મંજૂરી બાદ બદલી અને બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકે પંકજ જોષી ઘણાં સમયથી અધિકારીઓની કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા હતા. મુખ્ય સચિવ તરીકે ચાર્જ સંભાળતાની સાથે બદલીનો ગંજીફો ચીપ્યો છે.
રાજ્ય સરકારે 4 IAS અધિકારીઓની બઢતી સાથે બદલી કરી છે. જેમાં ડૉ. વિનોદ રાવને સચિવ, શ્રમ. કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને HAGના પગાર ધોરણમાં બઢતી આપી અગ્રસચિવના હોદ્દા પર અને મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. એમ. થેન્નારસન, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદની રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અનુપમ આનંદ, કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટને વાહનવ્યવહાર કમિશનર તરીકે ચાલુ રખાયા છે. જ્યારે મિલિંદ તોરવણેને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તે જગ્યા ઉપર બઢતી આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.