3 માર્ચ, વિશ્વ વન્યજીવ દિવસઃ સિંહોના સંરક્ષણ માટે ₹2900 કરોડનો પ્રોજેક્ટ લાયન
વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે વર્ષ 2022માં ₹2927.71 કરોડનો પ્રોજેક્ટ લાયન મંજૂર કર્યો

9 જિલ્લાના 53 તાલુકાઓના 30 હજાર ચોરસ કિમી વિસ્તારમાં અંદાજે 700 સિંહોની વસતી

9 જિલ્લાના 53 તાલુકાઓના 30 હજાર ચોરસ કિમી વિસ્તારમાં અંદાજે 700 સિંહોની વસતી
આવતીકાલે ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ગુજરાતમાં કાર્યરત પ્રોજેક્ટ લાયન અંગે જાણીશું.. એશિયાઇ સિંહોની વસતીના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રોજેક્ટ લાયન શરૂ કરવામાં આવ્યો છે. ભારત સરકારના વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે વર્ષ 2022માં રૂપિયા 2927.71 કરોડ મંજૂર કરીને 10 વર્ષ માટે પ્રોજેક્ટ લાયનની શરૂઆત કરાવી હતી. ગુજરાતના 9 જિલ્લાના 53 તાલુકાઓના 30 હજાર ચો.કિમી વિસ્તારમાં સિંહોની વસતી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ સ્વાતંત્ર્ય દિનના અવસર પર પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. નવી દિલ્હી ખાતે લાલ કિલ્લા પરથી આપેલા સંબોધનમાં વડાપ્રધાને એશિયાઈ સિંહોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. ગુજરાત એશિયાઇ સિંહોના સંરક્ષણ સંબંધિત પગલાંઓને આગળ વધારી રહ્યું છે.
શું છે પ્રોજેક્ટ લાયન?
ભારત સરકારના વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા 2 નવેમ્બર 2022ના રોજ કુલ ₹2927.71 કરોડના બજેટ સાથે 10 વર્ષનો પ્રોજેક્ટ લાયન મંજૂર કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટનો હેતુ એશિયાઇ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન સુનિશ્ચિત કરવાનો છે. વર્ષ 2020ના વસતી ગણતરી મુજબ સિંહોની વસતી 674ની છે. રાજ્યના 9 જિલ્લાના 53 તાલુકાઓના 30 હજાર ચોરસ કિમી વિસ્તારમાં સિંહોની વસતી જોવા મળે છે.
બરડા સ્થિત અભયારણ્યમાં 8 સિંહોની વસ્તી સ્થાયી થઈ હોવાથી બરડા અભયારણ્યને પ્રોજેક્ટ લાયન હેઠળ આવરી લઈને સિંહોના ‘સેકન્ડ હોમ’ (બીજું ઘર) તરીકે વિકસિત કરવાનું આયોજન હાથ ધરાયુ છે. બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઇ સિંહોના કુદરતી ફેલાવા અને સફળ સંવર્ધનને કારણે બરડો વિસ્તાર સિંહોના બીજા ઘર તરીકે ઉભરી રહ્યુ છે. આજે બરડા વિસ્તારમાં 17 સિંહો વસવાટ કરી રહ્યાં છે. જેમાં 6 વયસ્ક સિંહ છે અને 11 બાળસિંહ છે. પ્રોજેક્ટ લાયનમાં સિંહના નિવાસસ્થાન અને વસતી પ્રબંધન, વન્ય પ્રાણી આરોગ્ય, માનવ અને પ્રાણી ઘર્ષણ, સ્થાનિક લોકોનો સહકાર, પર્યટન વિકાસ, વૈજ્ઞાનિક સંશોધન, તાલીમ, ઇકો ડેવલપમેન્ટ તેમજ જૈવ વિવિધતા સંરક્ષણ જેવી બાબતોને આવરી લેવામાં આવી છે.

સિંહ સંરક્ષણને મજબૂત બનાવવા વર્ષ 2024માં 237 બીટ ગાર્ડ્સ (162 પુરુષો, 75 મહિલાઓ)ની ભરતી કરવામાં આવી હતી. તેઓ સંરક્ષિત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી, સંઘર્ષો અટકાવી સિંહોના રહેઠાણનું રક્ષણ કરે છે. વાઇલ્ડ લાઇફ ઇમરજન્સી માટે ઝડપી પ્રતિક્રિયા, જંગલી પ્રાણીઓના બચાવ અને તબીબી સંભાળ માટે 92 રેસ્ક્યુ વ્હીકલ્સ તહેનાત કરવામાં આવ્યા છે.
માનવ અને વન્યજીવન ઘર્ષણ ઘટાડવા માટે 11 હજાર માંચડાઓ બનાવવામાં આવ્યા છે. જે ખેડૂતોને તેમના પાકનું રક્ષણ કરવામાં મદદ કરે છે. તેમજ સિંહો સાથેના સહઅસ્તિત્વ દરમિયાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. વન્યજીવોને ખુલ્લા કૂવામાં પડતા બચાવવા અને તેમનું રક્ષણ કરવા માટે 55,108 ખુલ્લા કૂવાઓની ફરતે પેરાપેટ દીવાલો બનાવવામાં આવી છે.

ભારત સરકારે વન્યજીવના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળીયા ખાતે નેશનલ રેફરલ સેન્ટરને મંજૂરી આપી છે. આ માટે 20.24 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે અને હાલમાં સેન્ટરની બાઉન્ડ્રી બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે સાસણ ખાતે વન્ય પ્રાણીઓના મોનિટરિંગ માટે એક હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર તેમજ વેટરનરી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.