રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 23 ટકા અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં 15 ટકા જગ્યાઓ ખાલી
પેરામેડિકલ તેમજ વર્ગ-3 અને 4 ની જગ્યાઓ આઉટ સોર્સિંગ એજન્સીઓના હવાલે

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અનેક જગ્યાઓ ખાલી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અનેક જગ્યાઓ ખાલી
ગુજરાતમાં આરોગ્ય સેવાએ દિન-પ્રતિદિન કથળી રહી છે અને મોટાભાગની જગ્યાઓ ઉપર કરાર આધારિત તેમજ આઉટ સોર્સિંગ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 23 ટકા અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં 15 ટકા જગ્યાઓ ખાલી હોવાનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જવાબ આપતા સમયે સ્વીકાર કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે, રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં પેરામિડકલની 75 ટકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની 88 ટકા જગ્યાઓ કાયમી તેમજ આઉટ સોર્સીંગ એજન્સીથી ભરાયેલી છે.
ગુજરાત વિધાનસભામાં આરોગ્ય વિભાગમાં ખાલી જગ્યાઓ મામલે પૂછાયેલા એક પ્રશ્નનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યુ કે, રાજ્ય સરકાર નિયમિત ધોરણે વર્ગ-1 થી વર્ગ-3 સુધીના વિવિધ સંવર્ગની ભરતી કરતી હોય છે. ખાલી જગ્યાઓ ભરવા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આઉટસોર્સીંગ દ્વારા મેનપાવર ઉપલબ્ધ કરવામાં આવે છે.
રાજ્યના 355 સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ-2 ના મંજૂર મહેકમ 1456ની સામે 1236 એટલે કે 84.96 ટકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ-2 (M.O.) ના મંજૂર મહેકમ 2099 ની સામે 1611 એટલે કે 76.75 ટકા ભરાયેલી છે. C.H.C. માં પેરામેડિકલ, વહીવટી વર્ગ-3 અને ડ્રાઇવર તેમજ વર્ગ-4 ના મંજૂર મહેકમ 8698ની સામે 6439 એટલે કે 74.03 ટકા કાયમી તેમજ આઉટસોર્સીંગથી ભરાયેલી છે.
P.H.C.માં પેરામેડિકલ, વહીવટી વર્ગ-3, ડ્રાઇવર તેમજ વર્ગ-4 ના મંજૂર મહેકમ 11,678 ની સામે 7773 એટલે કે 66.56 ટકા કાયમી ભરતી તેમજ આઉટસોર્સીંગથી ભરાયેલી છે. તેમણે કહ્યું કે, પેરામેડિકલ, વહીવટી સ્ટાફ વર્ગ-3ના કર્મચારીઓની જરૂર જણાયે આઉટસોર્સિંગ સેવાઓ લેવામાં આવે છે. વર્ગ-4ની જગ્યાઓ માટે આઉટસોર્સીગ સેવાઓ દ્વારા લેવામાં આવે છે. જેના માટે વર્ષ 2014-15માં જે ટેન્ડર પ્રક્રીયા કરી હતી તેને 31-10-2023 સુધી મુદત વધારો કરાયો હતો. સમગ્ર રાજ્યમાં 5 એજન્સી હતી.
દરેક જીલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને બનાવેલી કમિટી દ્વારા મેડીકલ કોલેજ હોસ્પિટલ, ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, જીએમઇઆરએસ હોસ્પિટલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને બનાવેલી કમીટી દ્વારા પેટાકેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો સહિત શહેરી આરોગ્ય કેન્દ્રો માટે આઉટસોર્સીંગ દ્વારા જગ્યાઓ ભરવામાં આવી છે.
વર્ષ-૨૦૨૩માં જિલ્લા દીઠ 2 પ્રમાણે 66 નવા ટેન્ડર GEM મારફત મંગાવવામાં આવ્યા હતા. મંજૂર મહેકમની 105 કેડર વાઇસ ભાવો નક્કી કરી ફક્ત સર્વિસ ચાર્જ માટે ટેન્ડર પ્રસિદ્ધ રવામાં આવ્યા હતા. GEM દ્વારા સિસ્ટમ સિલેક્ટેડ થયેલા L-1ને 1-11-2023થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેની મુદ્દત 31-10-2025 સુધી મુદત વધારી છે. નવા ટેન્ડર મુજબ રાજ્યમાં 25 એજન્સીઓ આરોગ્ય સંસ્થાઓમાં મેન પાવર ઉપલબ્ધ કરાવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.