મધ્યાન ભોજન કેન્દ્રના સંચાલકોને મામલતદાર જેટલી સત્તા ?
દાહોદના ફતેપુરમાં સરકારી અધિકારીઓની ઘોર બેદરકારી

ફતેપુરમાં મામલતદારની બેદરકારી

ફતેપુરમાં મામલતદારની બેદરકારી
રાજ્યમાં અવારનવાર ભ્રષ્ટાચારની અનેક ઘટનાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની કરતુતો સામે આવી રહી છે. વધુ એક વાર આવી જ એક ઘટના દાહોદ જિલ્લાના ફતેપુરા મામલતદાર કચેરી નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં જોવા મળી છે. જ્યાં મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકો જાતે જ બિલો પર મામલતદાર કચેરીના સિક્કા મારતા હોવાનો બોલતો પુરાવો સામે આવ્યો છે.. ફતેપુરા તાલુકાની સરકારી શાળાઓના મધ્યાહન ભોજન સંચાલકોને દર મહિને અલગ અલગ વસ્તુના માસિક બીલો મુકવા પડતા હોય છે તેથી સંચાલકો દ્વારા પોતે બિલ રજુ કરવું પડતું હોય છે. ફતેપુરા મુકામે મામલતદાર કચેરીથી 100 મીટરના અંતરે એક ઓરડીમાં આશરે 15 જેટલાં સંચાલકો એકઠા થઇ વાઉચર બીલો ભરી રહ્યા હતા તે દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા તે જગ્યા પર જોતા માલુમ પડયું કે સંચાલકો તે વાઉચર બીલો ભરી મામલતદારનો સિક્કો પણ મારી રહ્યા છે.
મામલતદારનો સિક્કો તમારી પાસે ક્યાંથી આવ્યો તેવું સંચાલકોને પૂછપરછ કરતા એક પછી એક સંચાલક તે જગ્યા છોડી ભાગવા લાગ્યા હતા અને મોઢુ છુપાવી રહ્યાં હતા.તંત્રની ઘોર બેદરકારી કેટલી હદે પહોંચી છે કે પોતાની ઓફિસમાંથી સિક્કાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે પરંતુ હોદ્દેદાર અધિકારીને તેની ભણક પણ પડતી નથી. અને હોદ્દા વગરના અધિકારીઓના હાથમા જાય છે જેના લીધે લીધે આવા અનેક અવનવા કિસ્સાઓ સામે આવતા સ્પષ્ટ નજરે પડી રહ્યું છે.આ બાબતને લઈ મામલતદારનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.
શાળામાં ચાલતા મધ્યાહન ભોજનના કેન્દ્રના સંચાલકોને દર માસે સરકાર દ્વારા પરચુરણ ખર્ચ માટે રકમ એડવાન્સ આપવામા આવતી હોય છે. સંચાલકો પેશગીની રકમ માંથી શાળામા અભ્યાસ કરવા આવતા બાળકોને મેનુ પ્રમાણે નાસ્તો તેમજ ભોજન બાળકોના આપવા માટે શાકભાજી, મરચુ, મસાલો, દળામણ સહિતની વસ્તુઓ ખરીદવા માટે ઉપયોગ કરતા હોય છે. સંચાલકોને ચુકવણી કરવામા આવતી પેશગીની રકમનુ દર મહિને સંચાલકોએ વાઉચર અને સરકાર દ્વારા નિયત કરેલા નમુનામા ખર્ચની વિગતો ભરીને નાયબ મામલતદાર મધ્યાહન ભોજનને રજૂ કરવાના હોય છે.પણ અહી વાલ એ ઉભો થયો છે કે કચેરી બહાર ખાનગી જગ્યામાં મામલતદાર ઓફિસના સિક્કા કઈ રીતે પહોંચ્યા ?
સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયો મામલે ફતેપુરા મામલતદારના મતે મધ્યાહન ભોજનના ડી.સી. બીલો બાકી છે, એટલે મે ઉઘરાણી કરી એટલે સંચાલકો ઝેરોક્ષ તૈયાર કરી રહ્યા છે, એમા કોઈ ઈશ્યુ નથી, મારા સંચાલકો છે, ડી.સી.બીલો મોકલવાના હોય, સંચાલકોને એડવાન્સ ઉચ્ચક પૈસા આપવામા આવેલા હોય છે, એના વાઉચરો સંચાલકોએ ત્રણ મહિનામા રજુ કરવાના હોય છે, પરંતુ સંચાલકોએ કચેરીમા જમા કરાવ્યા નથી, અમે સંચાલકોને કચેરીમા બેસીને બિલો બનાવાની સુચના આપી હતી પરંતુ સંચાલકો સાભળતા નથી, ત્યા બેસીને કામગીરી કરે છે, એમા કોઈ ઈસ્યુ નથી તેમ મામલતદારે કહ્યું હતું
આ સમગ્ર ઘટનાનો વીડિયો એક નાગરિકે ઉતાર્યો છે, જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે.મામલતાદાર પોતે સિક્કા આપતા હશે કે શું તેને લઈ મનમાં સવાલ ઉભા થયા છે અને જો મામલતદાર પોતે જ કામનું ભારણ ઓછુ કરવા આ રીતે કામ કરાવતા હશે તો એ સૌથી મોટી બેદરકારી ગણી શકાય.કલેકટર સાહેબ તમે પણ જરા આ વાતમાં નજર નાખશો તો તમને પણ અંદાજો આવશે કે તમારા મામલતદારની ગેરહાજરીમાં શું થઈ રહ્યું છે.પોલીસે પણ આ બાબતે તપાસ કરીને ફરિયાદ નોંધવી જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ