MSU હોસ્ટેલ બહાર અશ્લીલ હરકતો કરનાર નરાધમ જેલભેગો
ગર્લ્સ હોસ્ટેલ પાસે બિભત્સ પ્રદર્શન કરનાર શખસ ઝડપાયો, અભદ્ર વર્તન કરવાના ગુનામાં જેલભેગો

અશ્લીલ હરકતો કરનાર નરાધમ જેલભેગો

અશ્લીલ હરકતો કરનાર નરાધમ જેલભેગો
વડોદરાની વિશ્વવિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાસે એક વિચિત્ર કિસ્સો બન્યો હતો. જાગૃત નાગરિક તરીકે અને હિંમત દાખવી એક યુવતીએ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ગર્લ્સ હોસ્ટેલ પાસે આવીને એક યુવક તેની બાઈક પર બેસી અશ્લીલ હરકતો કરતા નજરે પડતા યુવતી તેને સબક ચખાડ્યો હતો.
ઘટનાની વિગતો મુજબ, કમાટીબાગ રોડ પર આવેલી ગર્લ્સ હોસ્ટેલ પાસે એક યુવક બાઈક પર બેસીને વિદ્યાર્થિનીઓની હાજરીમાં જ અભદ્ર ચેનચાળા કરી રહ્યો હતો. હોસ્ટેલની યુવતીઓએ જ્યારે આ નજારો જોયો ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગઈ હતી. એક જાગૃત યુવતીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. વીડિયોમાં યુવતીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ શખસને પોલીસ કે સમાજનો કોઈ ડર ન હોય તેમ પેન્ટની ઝીપ ખુલ્લી રાખીને બિભત્સ પ્રદર્શન કરી રહ્યો હતો. જ્યારે યુવતીઓએ તેને પડકાર્યો ત્યારે તે બાઈક લઈને ફરાર થઈ ગયો હતો.
જાહેરમાં અશ્લીલ હરકતો કરનાર વિકૃત યુવકને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. સોશિયલ મીડિયા પર યુવતીએ હિંમત દાખવીને વાયરલ કરેલા વીડિયોના આધારે પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી આરોપી ફિરોઝ ગફાર ખલીફા પઠાણની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ વડોદરા પોલીસ હરકતમાં આવી હતી. સયાજીગંજ પોલીસ મથકના પીઆઈ એસ.જે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને તપાસ તેજ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ફિરોઝ પઠાણને શહેરના છાણી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.
ગર્લ્સ હોસ્ટેલ જેવી જગ્યાએ બનેલી આ ઘટનાએ વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા હતા, પરંતુ પોલીસની ત્વરિત કામગીરીથી આરોપીમાં ફફડાટ ફેલાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.